ભારત દેશની આઝાદી પહેલાથી સોરઠ, કાઠીયાવાડની પ્રજાના સુખ દુઃખના પ્રશ્નો, ઘટના, બનાવને પારદર્શિતા સાથે સમાચાર દ્વારા વાચા આપતી, જીવન ઉપયોગી અને સુંદર, સ્વચ્છ લેખો દ્વારા વાચકોની અનેરી સેવા કરનાર પ્રખર, પ્રામાણીક પારદર્શિતાના ઉદાહરણ ફુલછાબ અખબારની અખબારી આલમમાં ૧૦૩ વર્ષની સફળ સફરના અવસરે પ્રતિવર્ષ ૫ પ્રકારે અલગ-અલગ અને વિવિધ ક્ષેત્રે વિશેષ કાર્ય કરનારને એવોર્ડ આપે છે. જેમા ૨ જી ઓકટોબરે રાજકોટ ખાતે પ્રખર રામાયણી કથાકાર પુજય શ્રી મોરારી બાપુની અધ્યક્ષતામાં “સમાજસેવા” ક્ષેત્રેનો એવોર્ડ માખીયાળા ગામે ૬૦ થી વધુ દિવ્યાંગ દીકરીઓ ઉ.વ. ૫-૬ થી ૫૦ સુધીનાની સર્વોતમ સેવા છેલ્લા ૧૨ વર્ષથી કરનાર નિલમબેન પરમાર, રેખાબેન પરમાર સાંત્વન વિકલાંગ વિકાસ મંડળના સંચાલીકાને એનાયત કરવામાં આવેલ છે. અશકતને શારીરીક, માનસીક, શૈક્ષણીક, સામાજીક સશકત બનાવવાનું કાર્ય આજના યુગને અનુરૂપ સાધન—સુવિધા સાથે ખુબ અસરકારક રીતે આ સંસ્થામાં થઈ રહયું છે. જે માટે અનેક એવોર્ડ આ સંસ્થાને મળેલ છે. આ એવોર્ડ અપાતાની ખુશીમાં ઓન્લી ઈન્ડિયન વન મેન એનજીઓ દ્વારા ફુલ શ્ ફળોની ટોપલી દ્વારા પ્રમુખ નિલમબેન તથા સંચાલક રેખાબેન પરમારનું ગાંધી જયંતી નિમિતે સ્પેશીયલ બોલપેન આપી સન્માન કરાયું. સાથે સાંત્વન સંસ્થા ખાતે સંસ્થાની દિવ્યાંગ દીકરીઓ અને કર્મચારી ગણે એવોર્ડ વિજેતાને ફુલોના બુકે દ્વારા અભિનંદન પાઠવ્યા હતા.