જૂનાગઢની જી.એમ.ઇ. આર.એસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ વિભાગમાં પહેલા માળે આવેલ રૂમ નંબર ૧૦૨માં ઓર્થોપેડિક વિભાગમાં ઓર્થોપેડિક સર્જન ડો. પ્રતિક ગોહિલની ઓપિડીમાં દર્દીઓનો ઘસારો જાેવા મળે છે. જૂનાગઢ જિલ્લા, શહેર તથા પોરબંદર અને ગીર-સોમનાથ જિલ્લામાંથી હાડકાને લગતી તકલીફ જેવી કે, હાડકાના ફેક્ચર, ગોઠણની ગાદીનો ઘસારો, એકસીડન્ટમાં થયેલા હાડકાના ફેક્ચરો, સાંધા દુઃખાવા, હાથ-પગમાં હાડકાની તકલીફો, જન્મજાતથીજ નાના બાળકોને ત્રાસા પગની તકલીફ સહિતની અનેક પ્રકારની હાડકાને લગતી તકલીફોની અત્રેની હોસ્પિટલ ખાતે સારવાર કરવામાં આવે છે. જેમાં ડો. પ્રતિક ગોહેલ ખૂબ જ સરસ રીતે દર્દીને તથા એમના સગાવ્હાલાઓને તમામ પ્રકારનું માર્ગદર્શન આપીને તેમની સારવાર કટિબદ્ધ રીતે કરી આપે છે. તેમની આવી પ્રતિક્રિયાથી દર્દીઓ તથા દર્દીના સગાવ્હાઓમાં ડો. પ્રતીક ગોહેલ એક આગવું સ્થાન ધરાવે છે.