ખોડલ ફાર્મ ખાતે શ્રી સોરઠીયા પ્રજાપતિ સમાજ જૂનાગઢ દ્વારા આયોજિત શ્રી શ્રીબાઈ નવરાત્રી મહોત્સવનું થયેલ ભવ્ય આયોજન : વિનુભાઈ ચાંદેગરા

0

શ્રી સોરઠીયા પ્રજાપતિ સમાજ જૂનાગઢ દ્વારા શ્રી શ્રીબાઈ નવરાત્રી મહોત્સવ ૨૦૨૩ના વિનુભાઈ ચાંડેગરાની એક અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે, નવમાં વર્ષમાં નવલી નવરાત્રીનું જૂનાગઢના જાેશીપરામાં આવેલ ખલીપુર રોડ ઉપર જીનિયસ સ્કૂલની સામે ખોડલ ફાર્મ ખાતે ભવ્યથી અતિ ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવેલું છે. આયોજનમાં જૂનાગઢ શહેરના જુદા જુદા વિસ્તાર જેવા કે, જાેષીપરા શાંતેશ્વર, આદર્શનગર, દોલતપરા, ખામધ્રોળ, સુખનાથ ચોક, કડિયાવાડ, પંચેશ્વર, લીરબાઈપરા, ગાંધીગ્રામ, સંજયનગર, ઇન્દિરાનગર, ટીંબાવાડી, મધુરમ, ઝાંઝરડા રોડ, સહિતના વિસ્તારોમાં રહેતા જ્ઞાતિ આગેવાનો વાલજીભાઈ જેઠવા, હરસુખભાઇ ચાંદેગરા, અતુલભાઈ વીસાવાડિયા, પી. એ. ટાંક સાહેબ, ગોવિંદભાઇ વેગડ સહિતનાં આગેવાનોની માર્ગદર્શક સમિતિ બનાવી જેમાં ભગવાનજીભાઈ વાળા, ભાવેશભાઈ ખોલીયા, લલિતભાઈ વરૂ, રવિભાઈ ભરડવા, સંજયભાઈ બુહેચા, રમેશભાઈ કોરીયા, ભરતભાઈ જાદવ, જયસુખભાઇ જાદવ, સંદીપભાઈ રાઠોડ, ભાવેશભાઈ વેગડ, મનીષભાઈ જેઠવા, ભાર્ગવભાઇ વેગડ, રાજુભાઈ જાદવ, વીપુલભાઈ માળવિયા સહિતના કાર્યકરો મહોત્સવને સફળ બનાવવાં છેલ્લા એક મહિનાથી તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. આ મહોત્સવમાં નિમંત્રણ માટે જ્ઞાતિજનોના ઘરે ઘરે જઈ નિઃશુલ્ક પાસનું વિતરણ કરવામાં આવશે. વિશેષમાં આ વર્ષે સિંગર અને રિધમનાં સથવારે અધતન સાઉન્ડ સિસ્ટમ સાથે લાઇવ ઓર્કેસ્ટ્રામા ખેલૈયાઓ મનમુકીને ઝૂમી શકે એ માટે વીશાળ ગ્રીન લોન સાથે મેદાન, પૂરતી બેઠક વ્યવસ્થા, પાર્કિંગની વ્યવસ્થા, સેલ્ફી પોઇન્ટ, નાસ્તા માટેનાં સ્ટોલ સંપૂર્ણ સગવડતા સાથે આયોજનનો આખરી ઓપ અપાઈ રહ્યો છે. આયોજકો વતી જૂનાગઢમાં વસતા તથા તમામ શ્રી સોરઠીયા પ્રજાપતિ જ્ઞાતિના આગેવાનો, વડીલો, માતાઓ, બહેનો, બાળકો, ખેલૈયાઓની ખાસ આરોગ્યની સાર સંભાળને ધ્યાનમાં રાખીને પ્રાથમિક સારવાર કેન્દ્ર પણ શરૂ કરવામાં આવશે. તો આપ સૌને પધારવા અને નવરાત્રી મહોત્સવને સફળ બનાવવા આનંદોત્સવ કરવા ભાવભર્યું નિમંત્રણ આપવામાં આવે છે તેમ યાદીના અંતે જણાવેલ હતું.

error: Content is protected !!