કેશોદના શેરગઢ ગામે પાંચ માસની બાળકીનો મૃતદેહ અંતિમવિધિ બાદ ફરી બહાર કાઢવામાં આવ્યો

0

કેશોદના શેરગઢ ગામે કૃષ્ણનગર પરા વિસ્તારમાં વાડીએ પોતાનાં માવતરે સમઢિયાળા ગામેથી ડિલેવરી કરવા આવેલ જીનલબેન રેનીશભાઈ વેકરીયા પાંચ માસ બાદ પુત્રીનો જન્મ આપ્યા બાદ પરત સાસરે જવા માટે ફોરવ્હીલ કાર જીજે – ૧૧ – સીએચ – ૮૦૯૪ શેરગઢ ગામ પાસે આવેલ પુલ પાસે વળાંકમાં સ્ટીયરીગ પરનો કાબુ ગુમાવતા મોટરકાર ઉલળી ગોથાં ખાઈ વોકળો કુદી ખેતરમાં પડી હતી આકસ્મિક ઘટના માં ફોરવ્હીલ કાર માં બેઠેલાં મનસુખભાઈ ભગવાનભાઈ વેકરીયા, શિલ્પાબેન મનસુખભાઈ વેકરીયા, જીનલબેન રેનીશભાઈ વેકરીયા પાંચ માસ ની બાળકી પ્રિયાશી ઈજાગ્રસ્ત થયા હતા ત્યારે કારચાલક અલ્પેશભાઈ અમૃતભાઈ કોટડીયા ફુગ્ગો ફુલાઈ જતાં આબાદ બચાવ થયો હતો. કેશોદના શેરગઢ ગામેથી પુલ પાસે થયેલા અકસ્માતમાં ઈજાગ્રસ્તો ને ૧૦૮ તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે કેશોદ સબ ડિસ્ટ્રીકટ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવતાં પાંચ માસની બાળકી પ્રિયાશી નું
મૃત્યુ નિપજ્યું હતું અને માતા જીનલબેન ને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં ત્યારે વધુ ઈજાગ્રસ્ત ને જુનાગઢ રીફર કરવામાં આવતાં શિલ્પાબેન મનસુખભાઈ વેકરીયા નું પણ સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. કેશોદ પોલીસ સ્ટેશનમાં રેનીશભાઈ મનસુખભાઈ વેકરીયા એ કારચાલક અલ્પેશભાઈ અમૃતભાઈ કોટડીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા કેશોદ પોલીસ સ્ટેશનનાં પોલીસ સબ ઈન્સપેકટર પી. કે. ગઢવી પોલીસ કોન્સ્ટેબલ અમરાભાઈ હામાભાઈ જુજીયા દ્વારા તપાસ હાથ ધરી ચાર દિવસ પહેલાં આકસ્મિક ઘટના માં મૃત્યુ પામેલ પાંચ માસની બાળકી પ્રિયાશી ની અંતિમવિધિ પોલીસને જાણ કર્યા વગર કરવામાં આવતાં
કેશોદના નાયબ કલેકટરની હાજરીમાં ફરીથી ખોદકામ કરી બાળકીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો અને મોડીરાત્રે ખાનગી એમ્બ્યુલન્સ મારફતે પોલીસ બંદોબસ્ત
સાથે જામનગર સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે
મોકલવામાં આવેલ છે.

error: Content is protected !!