કેશોદ પટેલ રોડ ઉપરનાં શાકભાજીના પથારાવાળાને હટાવતાં નગરપાલિકા કચેરીએ પહોંચ્યા

0

કેશોદના ચાર ચોક વિસ્તારમાં રેલ્વે અંડરબ્રીજનું કામ ચાલુ થતાં આયોજન વગર અણઘડ રીતે છુટતાં હુકમોને કારણે સંખ્યાબંધ લોકોની રોજીરોટી પર અસર જાેવા મળી રહીછે કેશોદના પટેલ રોડ પર પોલીસ લાઈનની દિવાલ પાસે શાકભાજીનો છુટક વેપાર કરી આજીવિકા રળતાં શાકભાજીના પથારાવાળા ફેરિયાઓને ટ્રાફિકને અડચણ ઉભી થતી હોવાનું જણાવી હટાવવામાં આવતાં સામેની બાજુ આવેલ ખાનગી માલિકીના પ્લોટમાં કામચલાઉ ધોરણે બેસતાં કેશોદ જે પરિવારને સન્માનની દ્રષ્ટીએ આદર કરેછે એમનાં વારસદારો દ્વારા નકારાત્મક ઉર્જા હેઠળ જગ્યા ખાલી કરાવતાં પથારાવાળા ફેરિયાઓ કેશોદ પોલીસ સ્ટેશન અને કેશોદ નગરપાલિકા કચેરીમાં રૂબરૂમાં રજુઆત કરી વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા રજૂઆત કરી હતી કેશોદ સબ ડિસ્ટ્રીકટ સિવિલ હોસ્પિટલ આસપાસ બેસતાં પથારાવાળા ફેરિયાઓને કારણે હોસ્પિટલનાં દરવાજા પણ ખોલી શકાતાં નથી
કેશોદના નવદુર્ગા મંદિર પાસેથી હળવાં વાહનોને આવવાની વ્યવસ્થા કરી હોય ત્યારે દિવાલે બેસતાં પથારાવાળા ફેરિયાઓ નડતરરૂપ થતાં હોય તો સરકારી દવાખાને આસપાસના ફેરિયાઓની જગ્યાઓ ઘટાડી બધાનો સમાવેશ કરવો જાેઈએ અથવા નગરપાલિકા સંચાલિત શાકમાર્કેટમાં સંખ્યાબંધ થડા ખાલી પડેલાંછે એ તમામનાં ભાડાકરાર રદ્‌ કરી પથારાવાળા ફેરિયાઓને કાયમી ધોરણે જગ્યા ઉપલબ્ધ કરાવી શકાય તેમછે કેશોદના પટેલ રોડ પર આવેલા પથારાવાળા ફેરિયાઓ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની શેરી ફેરિયાઓની યોજનાઓ હેઠળ લોન મેળવેલ હોય ત્યારે ધંધા રોજગાર બંધ થઈ જશે તો બેંક લોનનાં હપ્તા ભરવાના સાંસા પડે એમછે
કેશોદ નગરપાલિકાનાં પ્રમુખ મેહુલભાઈ ગોંડલીયાએ બે દિવસમાં વિકલ્પો અંગે વિચારણા કરી વ્યવસ્થા કરવાની ખાત્રી આપીછે કેશોદના જવાબદાર તંત્રનાં પક્ષપાતી વલણનો ભોગ બનેલા પથારાવાળા ફેરિયાઓની આજીવિકાનો પ્રશ્ન ઉભો થતાં લાચાર બિચારાં બની ગયાછે કેશોદ શહેરી વિસ્તારમાં અસંખ્ય પથારાવાળા કેબીન ધારકો હોય ત્યારે તમામ ધંધાર્થીઓને કાયમી ધોરણે જગ્યા ફાળવવામાં આવશે અસંખ્ય ધંધાર્થીઓની રોજીરોટી છીનવાઈ જશે એ તો આવનારાં દિવસોમાં ખબર પડશે.

error: Content is protected !!