દ્વારકા જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં ગ્રામસભા યોજાઇ

0

દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ ગામોમાં તાજેતરમાં “આયુષ્માન ભવઃ” કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય વિભાગ તથા અન્ય વિભાગો અને ગામ લોકોના સહયોગથી ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ગ્રામસભામાં ઉપસ્થિત રહેલા લોકોને આરોગ્ય વિભાગની યોજનાઓ, આયુષ્યમાન કાર્ડ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. સાથે વધુ ને વધુ લોકો આભા આઈડી કઢાવે તે માટે સમજ આપી, આયુષ્યમાન સાપ્તાહિક હેલ્થ મેળાઓનો લાભ લેવા લોકોને જણાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત રસીકરણની સેવાઓ, કુટુંબ નિયોજનની પદ્ધતિઓ, વાહકજન્ય રોગચાળાઓ, મફત તબીબી સહાય, જનની સુરક્ષા યોજના જેવી આરોગ્યની વિવિધ યોજના વિષે માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ ગ્રામ સભાઓમાં જિલ્લા અને તાલુકામાંથી આવેલા વિવિધ અધિકારીઓ તથા ગ્રામ્ય કક્ષાએ કામગીરી કરતા આશા બહેનો, આરોગ્ય કર્મચારીઓ, આંગણવાડીના બહેનો, શિક્ષકો હાજર રહ્યા હતા. જિલ્લામાં ગ્રામ સભાઓમાં ગ્રામજનો આરોગ્યની વિવિધ યોજનાઓ વિષે લોકો માહિતગાર થાય અને વધુને વધુ લોકો આ યોજનાઓનો લાભ મેળવે તે માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ અનુરોધ કર્યો હતો.

error: Content is protected !!