ભાણવડમાં “આયુષ્માન ભવઃ” કાર્યક્રમ અંતર્ગત હેલ્થ મેળો યોજાયો

0

“આયુષ્માન ભવઃ” કાર્યક્રમ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં આવેલા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સાપ્તાહિક હેલ્થ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ હેલ્થ મેળામાં જામનગરની મેડીકલ કોલેજ તથા ખંભાળિયાની સિવિલ હોસ્પિટલના મેડિસિન, સ્કિન, માનસિક, ઓર્થોપેડિક, ગાયનેક નિષ્ણાંત, ઈએનટી, આંખ વિભાગ અને ડેન્ટલ વિભાગના નિષ્ણાંતો દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ કેમ્પમાં કુલ ૨૭૯ દર્દીઓએ લાભ લીધો હતો.
જેમાં દર્દીઓની લેબોરેટરી તપાસ, એક્સરે, તથા જરૂરી તમામ સારવાર વિના મુલ્યે આપવામાં આવી હતી. જે પૈકી ૨૯ દર્દીઓને વધુ સારવારની જરૂરિયાત ખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

error: Content is protected !!