જૂનાગઢ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની કુનેહભરી કામગીરીની પ્રસંશા

0

પોલીસ વિભાગમાં નાનામાં નાના કર્મચારીથી લઈ ઉચ્ચ અધિકારીઓ સાથે સંકલન અને સેતુ બનાવી કાયદો-વ્યવસ્થાની સ્થિતી અંગે અસરકારક પગલાં

જૂનાગઢ જીલ્લા પોલીસ વડા તરીકે જયારથી નિમણુંક થઈ છે અને પદભાર સંભાળ્યો છે ત્યારથી નિખાલશ, નિષ્ઠાવાન અને બાહોશ તેમજ કાર્યદક્ષ અધિકારીની ખુબ જ થોડા સમયમાં છાપ ઉપસાવી સકેલા જૂનાગઢનાં એસપી હર્ષદ મહેતાની કામગીરીની પ્રજામાંથી સરાહના કરવામાં આવી રહી છે. જૂનાગઢ શહેર અને જીલ્લાની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ જીલ્લાભરમાં શાંતિનો માહોલ બની રહે તે માટે અનેકવિધ પ્રયાસો હાથ ધરી અને પ્રજાવત્સલ તરીકેની છાપ પણ તેઓ ઉભી કરી શકયા છે. અને પ્રબળ લોકચાહના મેળવી છે. આગામી દિવસોમાં નવરાત્રી મહોત્સવ, દિપાવલી અને નૂતનવર્ષ તેમજ ભાઈબીજ, જલારામ જયંતિ, દેવદેવાળી અને પરીક્રમાના પર્વ યોજવામાં આવનાર છે ત્યારે તેને અનુલક્ષીને અનેકવિધ પગલાઓ જારી કરવામાં આવે તેવા નિર્દેશો મળી રહયા છે.
જૂનાગઢ જીલ્લાનાં ઉચ્ચ પોલીસ અધિકારી અને આઈપીએસ અધિકારી એવા હર્ષદ મહેતાની કાર્યપ્રણાલીની ખાસ વિશેષતા જાે કોઈએ નિહાળવી હોય તો જીલ્લા પોલીસ વડાની કચેરીનાં મુલાકાતીઓ માટેના પ્રતિક્ષા ખંડમાં પણ લટાર મારવી પડે. અહીં પણ સુઘડતા સાથે યોગ્ય વ્યવસ્થા જાેવા મળે છે. ગઈકાલની જ વાત કરીએ તો એક તરફ ફરજ સમય દરમ્યાન ટાઈટ સેડયુલ તેમજ વહીવટી કામગીરી તેમજ અન્ય કામગીરીને લઈને જીલ્લાનાં પોલીસ વિભાગમાં ફરજ બજાવતા અધિકારી, કર્મચારી હાથમાં ફાઈલ લઈને જીલ્લા પોલીસ વડાનાં માર્ગદર્શન માટે આવી રહયા હોય અને કચેરી ધમધમતી હતી. અને આ સાથે જ પ્રતિક્ષા ખંડમાં પણ મુલાકાતીઓ બેઠા હોય જેને પણ જીલ્લા પોલીસ વડાએ નોટીસ કર્યુ હતું. અને વહીવટી પ્રક્રિયા પોલીસ તંત્રની હાથ ધરી અને તેમની સમક્ષ આવેલા અધિકારી, કર્મચારીઓને યોગ્ય માર્ગદર્શન પુરૂ પાડી અને ત્યારબાદ જીલ્લા પોલીસ વડાએ જાતે પ્રતિક્ષા કક્ષની પણ મુલાકાત લીધી હતી. અને ત્યાં ઉપસ્થિત લોકો સાથે તેમજ મિડીયાનાં પ્રતિનિધિ સાથે વાર્તાલાપ કર્યો હતો. ઉપરાંત બહાર ગામથી આવેલા મુલાકાતીઓને પણ કયાંથી આવો છો ? શું પ્રશ્ન સમસ્યા લઈને આવ્યા છો તે અંગેની વિગતવાર માહિતી પણ જીલ્લા પોલીસ વડાએ મેળવી હતી. આ ગઈકાલે નજરે જાેયેલી હકીકત છે. જયારથી જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાએ પોતાનો પદભાર સંભાળ્યો છે ત્યારથી પ્રજાનાં નાનામાં નાના અદની વ્યકિતથી લઈ વિવિધ સંસ્થાનાં કાર્યકર્તાઓ, આગેવાનો, રાજકીય પક્ષોનાં આગેવાનો કે ઉચ્ચ અધિકારીઓ કે પોલીસ વિભાગનાં કર્મચારીઓ હોય સૌને સરખો ન્યાય આપવાની અને તેમની વાત સાંભળવાની એક અબજ કુનેહ તેઓ ધરાવી રહયા છે. અને કોઈપણ પ્રશ્નોનું યોગ્ય નિરાકારણ લાવવા માટેનું જરૂરી માર્ગદર્શન અને સુચનાઓ પણ પુરી પાડતા હોય છે. અત્રે યાદ આપવી જરૂરી છે કે જૂનાગઢ શહેરની મુળભુત એવી ટ્રાફીકની સમસ્યા હલ કરવા માટેનાં પણ પગલાનાં ભાગરૂપે પ્રજાનાં વરિષ્ઠ આગેવાનો સાથે એક અગત્યનું અભિયાન પણ હાથ ધર્યુ હતું. અને તેઓનાં સુચનો અને અભિપ્રાયો મેળવ્યા હતાં. એટલું જ નહીં જૂનાગઢની ટ્રાફીક કેવી રીતે હલ થઈ શકે તે માટે પણ વિચાર વિમર્શ કર્યો હતો. જૂનાગઢ શહેરની ભૌગોલિક સ્થિતિ એવી છે કે અમુક એવા વિસ્તારો છે કે જે સતત ને સતત ટ્રાફીકથી ધમધમતા રહે છે. એક તો સાંકળો માર્ગ અને તેમાં પણ જે બજારો છે તેને પણ અનુલક્ષીને લોકોની સતત ચહલ પહલ રહેતી હોય છે. કોઈ ખરીદી માટે પણ આવ્યા હોય છે અને વાહનોનો પણ ટ્રાફીક રહેતો હોય છે. આ બધા જ વચ્ચે ટ્રાફીકની સમસ્યા કઈ રીતે હલ કરી શકાય તેનો ઉપાય શોધવો તે પણ મુશ્કેલ નહી પણ અતી કઠીન પ્રક્રિયા છે. આ ઉપરાંત ટ્રાફીકનાં નિયમન માટે પણ પગલા લેવા જરૂરી છે. અને તેને લઈને પણ અનેકવિધ કામગીરી જીલ્લા પોલીસ વડાનાં માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી હિતેશ ધાંધલીયા તેમજ એસઓજી, એલસીબી, એ, બી અને સી ડીવીઝન, તાલુકા પોલીસ તેમજ ટ્રાફીક પોલીસ અને બ્રિગેડનાં જવાનો, કર્મચારીઓ સતત ફરજ બજાવી રહયા છે. હજુ વધુ એક વાત કહેવાની છે કે તાજેતરમાં જ જૂનાગઢની શાન સમા ઉપરકોટનું લોકાર્પણ ગત તા. ર૮ સપ્ટેમ્બરનાં રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનાં હસ્તે કરાયા બાદ તા. ર૯ સપ્ટેમ્બરથી વિના મુલ્યે ઉપરકોટમાં પ્રવેશ આપવાની યોજનાની જાહેરાત થતા જ લોકોનો મહેરામણ છલકી ગયો હતો. અને બે દિવસમાં જ પરિસ્થિતિ ખુબ જ જટીલ બની ગઈ હતી. એક તરફ ઉપરકોટની મુલાકાતે આવેલા લોકોનાં વાહનો પાર્કીંગની સમસ્યા તેમજ ઉપરકોટમાં ર૦ હજાર ઉપરની જનમેદની ઉપરકોટનાં નજારાને નીહાળવા આવી ગઈ હોય અને એવા સમયે પરિસ્થિતિ કાબુ બહાર પણ જઈ શકતી હતી. આ દરમ્યાન બીજી ઓકટોબર એટલે ગાંધી જયંતિનાં જન્મ દિવસે સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ જૂનાગઢમાં ચાલી રહયો હતો. અને ત્યાં જ જીલ્લા પોલીસ વડાને જાણ થઈ કે ઉપરકોટમાં પરિસ્થિતિ અસામાન્ય બની રહી છે. તાત્કાલીક અસરથી જીલ્લા પોલીસ વડા તેમજ પોલીસ વિભાગની ટીમોને તાત્કાલીક ઉપરકોટ ખાતે તૈનાત કરવામાં આવી હતી અને સૌના સહીયારા પ્રયાસથી મુલાકાતીઓને સન્માનપૂર્વક ઉપરકોટમાંથી બહાર લાવવાની કામગીરી અને યોગ્ય અને યથાવત કરવામાં આવી હતી. કુનેહભરી આ કામગીરીને કારણે કોઈપણ જાતની અનિચ્છનીય ઘટના બની ન હતી. જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની કાર્યકુશળતા અને કુનેહભરી કામગીરી દિપી ઉઠી હતી.
થોડા સમયમાં જ જૂનાગઢ શહેર અને જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ માટેનાં અસરકારક પગલા તેમજ વિવિધ તહેવારો દરમ્યાન શાંતિનો માહોલ બની રહે અને લોકો શાંતિપૂર્વક લોકો તહેવાર માણી શકે તેવી કામગીરી બજાવી છે. આગામી તહેવારો આવી રહયા છે ત્યારે તેને અનુલક્ષીને પણ વધુ કેટલાક પગલા ભરવામાં આવશે તેવો નિર્દેશ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાએ આપ્યો હતો. ટુંકાગાળામાં જ એક કાર્યદક્ષ અને બાહોશ અધિકારી તરીકે હર્ષદ મહેતાએ લોકોનાં હૃદયમાં આગવું સ્થાન પ્રાપ્ત કરેલ છે અને તેઓની કામગીરીની સરાહના કરવામાં આવી રહી છે. પદભાર સંભાળ્યા બાદની તેમની કામગીરી ઉડીને આંખે વળગે તેવી છે. આ તકે જીલ્લા પોલીસ વડાએ જૂનાગઢ શહેર અને જીલ્લાની જનતાને પણ આહવાન કરેલ છે કે કોઈપણ સમસ્યા, કોઈપણ ફરીયાદ હોય અને આ ફરીયાદનો યોગ્ય નિકાલ ન થયો હોય તો તેઓ જાતે ગમે ત્યારે જીલ્લા પોલીસ વડાને મળી શકે છે.

error: Content is protected !!