વેરાવળ એક્સિસ બેંકમાં એક જ સોના ઉપર અનેક વખત લોન લેવાનું કરોડોનું કૌભાંડ

0

બેંકના ગોલ્ડલોન વિભાગના મેનેજર સહિત ૩ કર્મચારીઓનું કારસ્તાન : પંદરેક કરોડનું કૌભાંડ હોવાની ચર્ચા, બેંકનાં જ ત્રણ કર્મચારીને ઉઠાવી લેતી વેરાવળ પોલીસ

વેરાવળની એક્સિસ બેંકમાં ઘીરાણ સામે ગિરવે મુકવામા આવેલા એક જ સોનાના ઘરેણા ઉપર અનેક વખતે લોન લેવાનું કરોડો રૂપિયાનું કૌભાંડ બાર આવતા ભારે સનસનાટી મચી જવા પામી છે. આ કૌભાંડ અંગે વેરાવળ પોલીસમાં બેંકના જ ત્રણે કર્મચારી સામે ગુનો દાખલ થયો છે. સોનું અને પોલીસે ત્રણેય કર્મચારીઓને ઉઠાવી લઈ આગવી ઢબે પુછપરછ હાથ ધરી છે.
વેરાવળના રાજેન્દ્રભુવન રોડ પર આવેલ એક્સિસ બેંકનું તાજેતરમાં ઓડિટ કરવામાં આવ્યું હતું. જેમાં સોનાના દાગીના ઉપર ધીરાણ આપવામાં મોટી ઘાલમેલ થઈ હોવાનું બેંકના અધિકારીના ધ્યાને આવતા તેઓ પણ ચોકી ઉઠ્‌યા હતા.
સોનાના દાગીના ઉપર જેટલી લોન અપાઈ તેટલા દાગીના લોકર માંથી નહીં મળી આવતા બેંકના અધિકારીઓ ચકરાવે ચડ્યા હતા આ બાબતે ઍક્સિસ બેંક ના અધિકારી દ્વારા તપાસ કરવા માં આવતા ચોંકાવનારું કૌભાંડ સામે આવ્યું હતું અને બેંક ના જ ગોલ્ડલોન વિભાગ ના મેનેજર અને અન્ય બે કર્મચારીઓ ની શંકાસ્પદ ભૂમિકા સામે આવી હતી જેમાં કર્મચારીઓ દ્વારા બેંકમાં મોરગેજ માટે આવેલ સોનાના દાગીના બારોબાર તફડાવી લઈ દાગીના પરત લોન લેનાર વ્યક્તિઓને આપી દેતા હતા અને આજ દાગીના ફરી જુદા જુદા વ્યક્તિના નામે બેંકમાં ગીરવે મુકી તેના પર લોન મેળવી લેવાનું કૌભાંડ ચાલતું હોવાનું બહાર આવતા બેંકના અધિકારીઓ પણ ગોટે ચડી ગયા હતા.
બેંક અધિકારીની તપાસમાં ગોલ્ડલોન વિભાગ ના મેનેજર અને તેની સાથેના એક મહિલા સહિત ત્રણ શખ્સોદ્વારા આખું આ કૌભાંડ આચરવામાં આવતું હતું. કોઈ વ્યક્તિ સોના ના દાગીના ઉપર લોન લેવા આવે ત્યારે બેંક દ્વારા આ દાગીના ના પાઉચ બનાવી બેંક ના લોકર માં મુકવામાં આવતા અને જે તે સોના ના દાગીના પર લોન આપવામાં આવતી ત્યાર બાદ જે સોનું ગીરવે મુકાયું હોય તે સોનું બહાર કાઢી ગોલ્ડલોન મેનેજર અને તેના મળતીયાઓને આ દાગીના આપી દેતો હતો અને મૂળ સોના ના દાગીના ના બદલે ઇમિટેશન ના ખોટા દાગીના મૂકી દેતો હતો. અને મેનેજર ના મળતીયાઓને ફરી આજ સોનુ લઈ બેંક માં લોન માટે આવતા અને જેના પર બીજી વાર લોન થઈ જતી. આવી એક જ સોના પર અનેક વાર લોન કરી થઈ જતી.
જ્યારે કોઈ ગ્રાહક પોતાની લોન ભરપાઈ કરી ઓરીજનલ દાગીના છોડાવવા આવે તો ગોલ્ડલોન મેનેજર ગ્રાહકને ઓરિજનલ દાગીના પરત આપી દેતો હતો અને તેના સ્થાને બનાવટી ઇમિટેશનના દાગીના મુકી દેતો હતો. હાલ તો સમગ્ર કૌભાંડ મામલે બેંક ના બ્રાન્ચ મેનેજર રામભાઈ સોલંકી દ્વારા બેંક ના ગોલ્ડ લોન વિભાગ ના મેનેજર માનસિંગ જાદવભાઈ ગઢીયા, વિપુલ ધીરુભાઈ રાઠોડ અને પિંકીબેન મૂળચંદ ખેમચંદાની વિરુદ્ધ વેરાવળ પોલીસ માં નોંધાવેલ ફરિયાદ માં ત્રણેય આરોપીઓ સિફત પૂર્વક બેક ના ગોલ્ડલોન વિભાગ માં એક જ સોના પર અનેકવાર લોન કરી પ્રાથમીક તપાસમાં બેકનાં સોનાના કુલ ૬ જેટલા પાઉચ માં ૨ કરોડ ના ૨ કિલો ૭૪૬ ગ્રામ સોના ની ઠગાઈ સામે આવી છે જ્યારે હજુ ગોલ્ડ લોન ના ૪૨૬ પાઉચ ની તપાસ ચાલી રહી છે જે તપાસ દસેક દિવસે પુરી થશે હાલ ૨ કરોડ થી વધુ ની ઉચાપત અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય ભેજાબાજ વિરુદ્ધ વિરુદ્ધ આઈ.પી.સી ની કલમ ૪૦૯, ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮ અને૧૨૦ મ્ મુજબ ગુન્હો દાખલ કરી વધુ તપાસ નો ધમધમાટ આદર્યો છે ત્યારે આધારભૂત સૂત્રો માંથી જાણવા મળ્યા મુજબ હજુ આ કૌભાંડ નો આંક ૧૨ થી ૧૫ કરોડ ને આંબી જશે.

error: Content is protected !!