રૂા.૧૨,૭૦,૫૦૦ની કીંમતના ૨૪૨ ગ્રામ સોનાના દાગીનાનો થેલો ખોવાતા, વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાથી જૂનાગઢ પોલીસ દ્વારા શોધી અપાયો

0

જૂનાગઢ રેન્જના ડીઆઈજી નિલેશ જાજડીયા તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા દ્વારા જૂનાગઢ જિલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે. દરમ્યાન મહીલા અરજદાર રાજકોટના વતની હોય જૂનાગઢ એસ.ટી. બસમાં મજેવડી ગેટ ખાતે ઉતરેલ હોય, મજેવડી ગેટથી ઓટો રિક્ષામાં બેસેલ તે દરમ્યાન તેમનો ૨૪૨ ગ્રામ સોનાના દાગીના સહિતનો થેલો રસ્તામાં ક્યાંય પડી ગયેલ હોય. નાનપણથી પોતાના પહેરેલ સોનાના દાગીના તથા અત્યાર સુધીમાં તેમણે બનાવેલ સોનાના દાગીનામાં મોટો હાર, ચેઇન, બુટી તથા અન્ય સોનાના દાગીના મળી કુલ ૨૪૨ ગ્રામ સોનાના દાગીના આશરે રૂા.૧૨,૭૦,૫૦૦ ની કિંમતના થતા હોય સોનાના દાગીના સહીતનો થેલો ગુમ થતા તેઓ ખુબજ વ્યથીત થઇ ગયેલ અને આ બાબતની જાણ પોલીસને કરતા જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા દ્વારા તાત્કાલીક ૨ ટીમ બનાવી જેમાં ૧ ટીમ ફીલ્ડ માટે એલ.સી.બી. તથા ૧ ટીમ નેત્રમ શાખાની સીસીટીવી ફૂટેજ ચેક કરી અને ગુમ થયેલ થેલો શોધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. એલ.સી.બી. પી.આઇ. જે.જે, પટેલ, પો.સ.ઇ. ડી.કે.ઝાલા, બી ડીવીઝન પો.સ.ઇ. એમ.કે.મકવાણા, એલ.સી.બી. પો.કોન્સ. જીતેષ મારૂ દ્વારા અરજદાર મજેવડી ગેઇટથી જે રૂટ ઉપર પસાર થયેલ તે સમગ્ર વિસ્તારને ચેક કરવામાં આવેલ તથા જે બસમાંથી ઉતરેલ તે બસ રાજકોટ જતી હતી તે બસને રસ્તામાં રોકાવી સમગ્ર બસને ચેક કરવામાં આવેલ. બીજી ટીમ નેત્રમ શાખાના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, પો.કોન્સ. ચેતનભાઇ સોલંકી, પો.કોન્સ. દેવેનભાઇ સિંધવ, એન્જીનીયર નીતલબેન મેતા સહિતની ટીમ દ્વારા અરજદાર જે સ્થળેથી રિક્ષામાં બેસેલ તે રિક્ષાનો સમગ્ર રૂટ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ સીસીટીવી ફૂટેજની મદદથી ચેક કરતા અરજદારનો થેલો મજેવડી ગેટથી અગ્રાવત ચોક સુધી રિક્ષામાં જ હોવાનુ શોધેલ. અગ્રાવત ચોકથી તેમનું ઘર ૧૦૦-૧૫૦ મીટર દુર હોય જેથી થેલો અગ્રાવત ચોકથી તેમના ઘર વચ્ચે પડેલ હોય તેવું જણાય આવેલ. જૂનાગઢ નેત્રમ શાખા પી.એસ.આઇ પી.એચ.મશરૂ અને પો.કોન્સ ચેતનભાઇ સોલંકી દ્વારા રૂબરૂ જઇ અગ્રાવત ચોક વિસ્તારમાં પૂછ પરછ કરતા અરજદારનો ૨૪૨ ગ્રામ સોનાના દાગીના સાથેનો થેલો એક દુકાનદારને મળેલ હોવાનું ધ્યાને આવેલ, તાત્કાલીક દુકાનદારને શોધી પૂછપરછ કરતા તેમને આ થેલો રસ્તામાં પડી ગયાનું ધ્યાને આવેલ અને શોધ ખોળ કરતા કોનો થેલો છે ? તેનો ખ્યાલ આવેલ નહી. તેમણે થેલામાં શું વસ્તુ છે ? તે ખ્યાલ ના હોય અને પોતાની પાસે સંભાળી અને સાચવી રાખેલ. આમ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા અરજદારના રૂા.૧૨,૭૦,૦૦૦ની કીંમતના ૨૪૨ ગ્રામ સોનાના દાગીનાનો થેલો રિકવર કરી સહિ સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક સંવેદનપૂર્ણ કાર્યવાહીથી મહીલા અરજદાર પ્રભાવિત થયેલ જૂનાગઢ પોલીસનો ખુબ આભાર વ્યક્ત કર્યો હતો. જૂનાગઢ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા દ્વારા પણ પ્રજા સાથે સંવેદના પૂર્ણ કાર્યવાહી કરવા બદલ બંને ટીમ એલ.સી.બી. તથા જીલ્લા નેત્રમ શાખા(કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર) પોલીસ ટીમને અભિનંદન આપેલ હતા. આમ, જૂનાગઢ પોલીસ દ્વારા નિકિતાબેન પરમારનો ૨૪૨ ગ્રામ સોનાના દાગીના સહિતના સામાનો થેલો કિંમત રૂા.૧૨,૭૦,૫૦૦નો ફક્ત ૩ કલાકમાં સહી સલામત પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને ફરીવાર સાર્થક કરવામાં આવેલ છે.

error: Content is protected !!