જૂનાગઢ શહેરમાં પંચહાટડી ચોક, મહાલક્ષ્મી સ્ટ્રીટમાં, જલારામ હોટલની બાજુમાં આવેલ મારૂતી બેગ નામની દુકાનમાં દિવાલ તથા સ્લેબ તોડી અને દુકાનને નુકશાન પહોંચાડી ચોરીનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. આ બનાવ અંગે એ ડીવીઝન પોલીસે આપેલી વિગત અનુસાર કિરાતભાઈ મુકેશભાઈ ઘીયા(ઉ.વ.ર૮) રહે. બ્લોક નં-બી ૧૩, સોનલ એપાર્ટમેન્ટ, અમૃત પેલેસ વાળી ગલીએ અજાણ્યા શખ્સ વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, ફરિયાદીની દુકાનમાં અજાણ્યા આરોપીએ રાત્રી દરમ્યાન કોઈપણ સમયે દુકાનની દિવાલ તથા સ્લેબ તોડી અંદર પ્રવેશી કેમેરાના એંગલ ફેરવી દુકાનનું વાયરીંગ તોડી દુકાનમાં આશરે ર૦ હજારનું નુકશાન કરી દુકાન અંદર કબાટમાં વેપારના રાખેલ રૂા.૧૩,પ૬૦ની ચોરી કરી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા એ ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.