યાત્રાધામ પ્રાચી તીર્થ ગામે અમૃતકળશ યાત્રાનું ભવ્ય સ્વાગત

0

ધારાસભ્ય ભગવાનભાઈ બારડ પોતે અમૃતકળશ યાત્રામાં લીધો ભાગ : તાલુકાના ગામોમાં પરિભ્રમણ કરી રહી છે કળશયાત્રા

યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે આઝાદીકા અમૃત મહોત્સવ નિમિત્તે પ્રાચી તીર્થ ખાતે કળશ યાત્રા યોજાઇ હતી ‘મેરી માટી મેરા દેશ’ અભિયાનને પ્રચંડ જનસમર્થન મળ્યા બાદ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ પ્રાસંગિક કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે ત્યારે સુત્રાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અમૃત કળશ યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. દરેક ગામમાં ઢોલ-નગારા અને વાજિંત્રો સાથે બળદગાડા, ટ્રેક્ટર, જીપ્સી જેવા વાહનોમાં દેશભક્તિના ગીતો અને રાષ્ટ્રગીતની ધૂન સાથે અમૃત કળશ યાત્રા યોજાઈ હતી. ધારાસભ્ય ભગવાનભાઈ બારડ પોતે અમૃત કળશ યાત્રામાં જાેડાયા હતા. માતૃભૂમિની માટી આપણને એકતાંતણે અને એકસૂત્રતાથી બાંધી રાખે છે. આપણી માતૃભૂમિ એ ધન્ય ભૂમિ છે જેણે ઘણાં વીરોને જન્મ આપ્યો છે. રાષ્ટ્રહિત માટે સર્વસ્વ ન્યોચ્છાવર કરનારા આ વીરો પ્રત્યે લાગણી દર્શાવવા અને શ્રદ્ધાંજલિ સમર્પિત કરવા સુત્રાપાડા તાલુકાના ગ્રામ્ય પંથકમાં ભવ્ય રીતે અમૃત કળશયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમા રહેવાસીઓએ માતૃભૂમિની માટી કળશમાં એકઠી કરી સામૂહિક શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ યાત્રા નિમિત્તે સમગ્ર લોકો દેશભક્તિના રંગે રંગાયા હતા. સુત્રાપાડા તાલુકાના અનેક ગામોમાં પરિભ્રમણ કરી આ અમૃત કળશ યાત્રા આજે યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે પહોંચી હતી. પત્રકાર જાદવભાઈ ચુડાસમા ઘરે ભવ્ય રીતે સ્વાગત કરી જેમાં ઘરે ઘરેથી માટી અને ચોખાથી નમન કરેલ અને કળશમાં માટી પધરાવેલ હતી. આ તકે ધારાસભ્ય ભગવાનભાઈ બારડ સહિત અગ્રણીઓ અને આગેવાનો અને બહોળી સંખ્યામાં સ્થાનિક લોકો જાેડાયા હતા.

error: Content is protected !!