વેરાવળ તાલુકાના સુપાસી ગામે આયુર્વેદ કેમ્પ યોજાયો

0

વેરાવળ તાલુકાના સુપાસી ગામે આયુર્વેદ કેમ્પ યોજવામાં આવેલ હતો. આ કેમ્પમાં માંગરોળ, કેશોદ, ચોરવાડ, માળીયા, તાલાળા, સુત્રાપાડા, કોડીનાર સહીતના ગામોમાંથી આશરે ૧૩૫ જેટલા દર્દીઓનું વિના મૂલ્યે નિદાન કરી દવા આપવામાં આવેલ હતી.
આ કેમ્પના આયોજક હીરાભાઈ જાેટવા સહીતનાની ઉપસ્થિતીમાં પ્રથમ ધન્વંતરી ભગવાનનું પૂજન કરી દિપ પ્રગટાવી કેમ્પની શરૂઆત કરેલ હતી. આ તકે અબ્બાભાઈ, ખીમજીભાઈ બારડ, નારણભાઈ જાેટવા, અરશીભાઈ પરમાર, ધીરૂભાઈ બારીયા હાજર રહેલ હતા. આ કેમ્પને સફળ બનાવવા માટે પિયુષભાઈ નુકાણી, જગાભાઈ જાેટવા, કાનાભાઈ સોલંકી, રાહુલભાઈ પરમાર, હિતેનભાઈ સોલંકી, પ્રફુલભાઈ વાળા, અજયભાઈ બારડ, અશ્વિનભાઈ સોલંકી સહીતનાએ જહેમત ઉઠાવેલ હતી. આ કેમ્પમાં માંગરોળ, કેશોદ, ચોરવાડ, માળીયા, તાલાળા, સુત્રાપાડા, કોડીનાર તથા વેરાવળ સહીતના આજુબાજુના ગામોમાંથી વધારે દર્દીઓ આવતા મોડે સુધી દર્દીઓની તપાસ કરવામાં આવેલ હતી અને આશરે ૧૩૫ જેટલા દર્દીઓનું વિના મૂલ્યે નિદાન સારવાર તથા દવા આપવામાં આવેલ હતી. આ કેમ્પમાં ડો.વિનુભાઇ એ માનત સેવા આપી સારવાર તથા માર્ગદર્શન આપેલ અને દર્દીઓને તથા તેની સાથે આવેલા તમામને ચા-પાણી તેમજ જરૂરી વ્યવસ્થા કરવામાં આવેલ હતી. આ કેમ્પના આયોજક હીરાભાઈ જાેટવાએ જણાવેલ કે, આપના વિસ્તારમાં જરૂરીયાતમંદ દર્દીઓને સારવાર તથા પૂરું માર્ગદર્શન મળી રહે તે માટે ભવિષ્યમાં આવા કેમ્પનું આયોજન કરતાં રહીશું તેમ એક યાદીમાં જણાવેલ છે.

error: Content is protected !!