વેરાવળ પોલીસના સર્વેલન્સ સ્કોડ ટીમ દ્વારા ગુમ થયેલા, પડી ગયેલા અને ખોવાઇ ગયેલા મોબાઇલ શોધી કાઢી મુળ માલીકોને પરત આપી પ્રસસનીય કામગીરી કરેલ છે.
હાલના સમયમા લોકોના મોબાઇલો ગુમ થવા, પડી જવાના અથવા ખોવાઇ જવાના બનાવો વધુ પ્રમાણમા બનતા હોય જે અન્વયે જરૂરી કાર્યવાહી કરી અરજદારોને તેમના મોબાઇલ ફોન શોધી કાઢી પરત અપાવવા બાબતે જીલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા દ્વારા આપેલ સુચના અન્વયે સર્વેલન્સ સ્કોડના પો.કોન્સ.અશોકભાઇ હમીભાઇ મોરી, જયેશભાઇ બાલુભાઇ ડોડીયા, રોહીતભાઇ જગમાલભાઇ ઝાલા સહીતનાએ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ મોબાઇલ ફોનો શોધી કાઢી મુળ માલીકોને પરત સોંપેલ જેમાં (૧) જેન્તીભાઇ કમાભાઇ બામણીયા ઉ.વ.૪૬ સામાજીક કાર્યકર રહે-ભાલકા રૂા.૧૦,૦૦૦ નો મોબાઇલ ફોન (૨) નારણભાઇ હરીલાલ આગીયા ઉ.વ.૫૫ ધંધો-વેપાર રહે-નવારામ મંદીરની સામે ખડખડ વાળાનો રૂા.૧૨,૦૦૦ નો મોબાઇલો શોધી કાઢી મુળ માલીકોને પરત સોપી આપી પ્રસસનીય કામગીરી કરેલ છે.