કેશોદના ગ્રામ્ય વિસ્તારની યુવતીને મરવા મજબૂર કરનાર શખ્સને કેશોદ પોલીસે ઝડપી લીધો

0

કેશોદના ગ્રામ્ય વિસ્તારની યુવતી ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી હતી ત્યારે પરપ્રાંતીય યુવાન સાથે પરિચય થયો હતો બંન્ને વચ્ચે મિત્રતા થયેલ હતી. મુળ રાજસ્થાનનાં સાંચોર તાલુકાનાં મેડાજાગીર ગામનો રમેશ ચેનારામજી પાસે યુવતીનાં ફોટા વિડિયો હોય લગ્ન નહીં કરે તો વાયરલ કરી દેવાની ધમકી આપતાં ગત તારીખ ૨૧/૯/૨૦૨૩ નાં રોજ યુવતીએ દવા પી લેતાં મોત નિપજ્યું હતું. કેશોદ પોલીસ સ્ટેશનમાં મૃતક યુવતીના બનેવીએ મરવા મજબૂર કરનાર પરપ્રાંતીય યુવાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા કેશોદ પોલીસ સ્ટેશનનાં પોલીસ સબ ઈન્સપેકટર પી.કે. ગઢવી પોલીસ કોન્સ્ટેબલ અમરાભાઈ હામાભાઈ જુજીયાએ તપાસ હાથ ધરી હતી જેમાં મૃતક યુવતીને ડાયરી લખવાની આદત હોય જે મળી આવતાં યુવતીએ સ્વ હસ્તાક્ષરે યુવાનનાં કરતૂતોનો ઉલ્લેખ કરેલ હોય આધાર પુરાવા તરીકે ધ્યાનમાં રાખી યુવાનને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી. કેશોદ પોલીસ વિભાગના ડીવાયએસપી બી. સી. ઠકકર દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરી લોકેશન મેળવી કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેકટર બી. બી. કોળીને જાણ કરવામાં આવતાં કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સપેકટર પી. કે. ગઢવી પોલીસ કોન્સ્ટેબલ અમરાભાઈ હામાભાઈ જુજીયાએ માહિતીની જગ્યાએ પહોંચી કેશોદના ગ્રામ્ય વિસ્તારની યુવતીને મિત્રતા બાંધીને લગ્ન કરવા ધમકી આપી ફોટા વિડીયો વાયરલ કરવાનું જણાવતાં મરવા મજબૂર કરનાર રમેશ ચેનારામજી રાજસ્થાન રાજ્યના સાંચોર તાલુકાનાં મેડાજાગીરના વતની ની અટક કરી નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરી આગળની તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!