રાજકોટ શહેરના ચાર ઝોનમાં આયોજિત નવરાત્રિ મહોત્સવમાં હજારો ખેલૈયાઓ મન મૂકીને ગરબે રમશે : શ્રી ખોડલધામના નેજા હેઠળ રાજ્યભરમાં ૩૦થી વધુ સ્થળે નવરાત્રિ મહોત્સવ યોજાશે
આગામી તારીખ ૧૫ ઓક્ટોબરથી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ સર્વે સમાજના ભાઈઓ-બહેનો પારિવારિક માહોલમાં ગરબે રમીને આદ્યશક્તિની આરાધના કરી શકે તે માટે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા નવરાત્રિ મહોત્સવનું જાજરમાન આયોજન કરાયું છે. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા રાજકોટ શહેરના અલગ અલગ ચાર ઝોનમાં શ્રી નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ નવરાત્રિ મહોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. અદ્યતન સાઉન્ડ સિસ્ટમ, વિશાળ મેદાન, લાઈટીંગ, બહેનોની સંપૂર્ણ સુરક્ષા અને પારિવારિક માહોલમાં આ નવરાત્રિ મહોત્સવ યોજાશે. તા.૧૫ ઓક્ટોબરથી ૨૪ ઓક્ટોબર સુધી યોજાનાર આ નવરાત્રિ મહોત્સવમાં દેશ-વિદેશમાં ખ્યાતિ મેળવનાર ગાયક કલાકારો રાસ-ગરબાની રમઝટ બોલાવી ખેલૈયાઓને ગરબે રમાડશે. ખોડલધામ નવરાત્રિ મહોત્સવની ટીમ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ બહેનો-દીકરીઓ-ભાઈઓ પારિવારિક માહોલમાં સુરક્ષિત રીતે ગરબે રમી શકે તે માટે સિક્યુરીટી, સીસીટીવી કેમેરા, વિશાળ પાર્કિંગ ઉપરાંત સ્વયંસેવકોની પણ મોટી સંખ્યામાં વ્યવસ્થા કરાઈ છે. હાલની પરિસ્થિતિને ધ્યાને લઈને મેડિકલ ઓફિસર તથા નર્સિંગ સ્ટાફ સાથે એમ્બ્યૂલન્સ પણ તૈનાત રાખવામાં આવશે. તેમજ મેડિકલ વોરિયર્સ તરીકે સ્વયંસેવકો જરૂર પડ્યે કઈપણ ઈમરજન્સી ઉભી થાય તેવા સંજાેગોમાં સીપીઆર પદ્ધતિથી દર્દીને રાહત મળે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.
રાજકોટ નોર્થ ઝોન : શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્સવ નોર્થ ઝોન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્યાતિભવ્ય નવરાત્રિ મહોત્સવનું આયોજન કરાયું છે. પરસાણા ચોક, સ્પીડવેલ પાર્ટી પ્લોટવાળો નવો ૧૫૦ ફૂટ રીંગ રોડ, કણકોટ રોડ કોર્નર, રાજકોટ ખાતે નોર્થ ઝોન આયોજિત નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સીંગર દેવ ભટ્ટ, અમી ગોસાઈ, જય દવે, મીલન ગોહીલ (પ્રસ્તુત ઓરકેસ્ટ્રા મેગા સ્ટાર), એન્કર મીરા દોશી મણીયાર અને બ્રધર્સ બીટ્સ (ચીના ઉસ્તાદ) જાેડાશે અને રાસ-ગરબાની રમઝટ બોલાવશે. શ્રી ખોડલધામ નોર્થ ઝોન આયોજિત નવરાત્રિ મહોત્સવની વધુ વિગત માટે મો.નં- ૯૭૨૨૨ ૦૨૨૨૨, ૯૦૯૯૯ ૯૯૯૯૫ ઉપર સંપર્ક સાધવો.
રાજકોટ વેસ્ટ ઝોન : શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્સવ વેસ્ટ ઝોન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્યાતિભવ્ય નવરાત્રિ મહોત્સવનું આયોજન કરાયું છે. અમૃત વાટીકા, સર્વોદય સ્કૂલની સામે, ૮૦ ફૂટ રોડ, રામધણ પાછળ, મવડી, રાજકોટ ખાતે વેસ્ટ ઝોન આયોજિત નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સીંગરમાર્ગી પટેલ, રાજેશ આહીર, શિવાલી ગોહેલ અને પ્રવિણ બારોટ અને એન્કર તરીકે આરજે જય જાેડાશે અને રાસ-ગરબાની રમઝટ બોલાવશે. શ્રી ખોડલધામ વેસ્ટ ઝોન આયોજિત નવરાત્રિ મહોત્સવની વધુ વિગત માટે મો. નં- ૯૭૩૭૦ ૯૯૩૩૩, ૯૯૭૮૭ ૬૦૮૬૦, ૯૯૯૮૮ ૮૧૬૦૧ ઉપર સંપર્ક સાધવો.
રાજકોટ સાઉથ ઝોન : શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્સવ સાઉથ ઝોન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સર્વ જ્ઞાતિની બહેનો માટે ભવ્યાતિભવ્ય નવરાત્રિ મહોત્સવનું આયોજન કરાયું છે. શ્રી પી એન્ડ ટી.વી. શેઠ હાઈસ્કૂલ, ૮૦ ફૂટ રોડ, ભક્તિનગર સર્કલ પાસે સાઉથ ઝોન આયોજિત નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાંસિંગર કાસમ બાગડવા, પૂર્ણિમા કુશારી, રોશની ઘાવરી, રવિ સાનિયા (રોયલ ઓરકેસ્ટ્રા), રીંકલ પટેલ (જય રામદેવ સાઉન્ડ) અને એન્કર નિરાલી લીંબાસીયા ખેલૈયાઓને ગરબે રમાડશે. સાઉથ ઝોન આયોજિત નવરાત્રિ મહોત્સવના પાસ મેળવવા માટે કોઠારીયા મેઈન રોડ, સિટી મોબાઈલની બાજુમાં, સરદાર વલ્લભભાઈ પટેલ સ્વિમિંગ પુલની સામે, રાજકોટ ખાતે મો. નં. ૮૨૦૦૨૦૬૬૯૭ ઉપર સંપર્ક કરવો.
રાજકોટ ઈસ્ટ ઝોન : દર વર્ષની માફક આ વર્ષે પણ શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્સવ ઈસ્ટ ઝોન દ્વારા નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્સવ ઈસ્ટ ઝોન દ્વારા કાર્તિક પાર્ટી પ્લોટ, ૮૦ ફૂટ રોડ, કુવાડવા રોડ, રાજકોટ ખાતે જાજરમાન આયોજન કરાયું છે. જેમાં સીંગર તરીકે નિરવ રાયચુરા, રમેશ હિરપરા, સરસ્વતી હિરપરા, કાલુ ઉસ્તાદ (બ્રધર બિટ્સ ઓરકેસ્ટ્રા) અને એન્કર ડોલી વસાણી ખેલૈયાઓને નવરાત્રિમાં ગરબે રમાડશે. વધુ માહિતી માટે મો.નં. ૮૪૬૦૨ ૨૬૫૩૦, ૭૬૦૦૬૬૮૮૮૮ ઉપર સંપર્ક કરવો.
રાજકોટ શહેર ઉપરાંત રાજ્યભરમાં ૩૦થી વધુ સ્થળે શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરાયું છે. જેમાં અમદાવાદ, સુરત, વડોદરા, જૂનાગઢ, જામનગર, અમરેલી, ભાવનગર, ઉપલેટા, જેતપુર, ગોધરા, ટીંબા ગામ, અરવલ્લી, દામનગર, ધોરાજી, સાબરકાંઠા, ગોંડલ, સોમનાથ, તાલાલા, ઊના, ગીર ગઢડા, ધ્રોલ, લતીપુર, અંકલેશ્વર, કુંભરવાડી, જેડોલી, ગોઠીબ, રતનપુર, વાડોદર સહિતના સ્થળે ભવ્યાતિભવ્ય નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નવરાત્રિ દરમ્યાન ખેલૈયાઓ ગરબે રમીને મા ખોડલની આરાધના કરશે.