જામકંડોરણા આઈટીઆઈ ખાતે દીક્ષાંત સમારોહ યોજાયો

0

જામકંડોરણા આઈટીઆઇ ખાતે કૌશલ દિક્ષાંત સમારોહ(કોનવોકેશન) મામલતદાર સાંગાણીનાં અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. જામકંડોરણા આઇ.ટી.આઈ.માં અનેકવિધ કોર્ષ ચાલુ છે. જેમાં ગયા વર્ષમાં અલગ-અલગ ટ્રેડમાં તાલીમ લીધેલ તાલીમાર્થીઓમાં જે તાલીમાર્થી પ્રથમ બીજા અને ત્રીજા ક્રમાંકે આવેલા હોય તેને સર્ટીફીકેટ અને સન્માન પત્ર આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો. આઇ.ટી.આઈનાં પ્રિન્સિપાલ બી.ડી.મોઢાએ મહેમાનોનું શબ્દો અને પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું. ફોરમેન ડી.એમ. પરમારએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. મામતદાર સાંગાણીએ અધ્યક્ષ સ્થાનેથી તાલીમાર્થીઓને પ્રાસંગિક માર્ગદર્શન આપ્યું હતું. કે.એસ. જાડેજાએ મહાનુભાવોને હાજરી આપવા બદલ આભાર વ્યકત કરી કાર્યક્રમની આભાર વિધિ કરી હતી. કાર્યક્રમ જામકંડોરણાનાં નાયબ ઇજનેર ગાવિત, જામકંડોરણા સરપંચ ભગવાનજીભાઈ બગડા વિશેષ ઉપસ્થિતિ રહી હતી. કાર્યક્રમનું સંચાલન વી.પી.દેસાઈએ કર્યુ હતું. કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર આઈ. ટી.આઇ.નાં કર્મચારીઓએ ભારે જેહમત ઉઠાવી હતી.

error: Content is protected !!