જે.સી.આઈ ઇન્ડિયાના ઝોન-૭નુ વાર્ષિક સંમેલન

0

જામનગર તાજેતરમાં ૧૮ થી ૪૦ વર્ષની વયના યુવાનો માટે કાર્યરત સંસ્થા જેસીઆઈ કલોલ ના યજમાન પદે લોર્ડ્‌સ વિશાલ ઇન સાસણ ગીર ખાતે વર્ષ ૨૦૨૩ની ઝોન કોન્ફરન્સનું ભવ્ય આયોજન કરવામાં આવેલ.આ કોન્ફરન્સમાં ઉદ્ધાટક તરીકે ઝોન પ્રમુખ જેસી જીમિલ હેબતપુરિયા મુખ્ય મહેમાન તરીકે ડો. પ્રશાંતભાઈ કોરાટ પ્રેસીડેન્ટ ઓફ ભારતીય જનતા યુવા મોર્ચા, મુખ્ય વક્તા તરીકે જે એફ એસ સંજય માંકડ અતિથી વિશેષ પદે જેસી ભરત પટેલ, જેસીઆઇ ઇન્ડિયાના પ્રતિનિધિ તરીકે જે એફ એસ લક્ષ્મણ શર્મા, ઝોન ૮ના ઝોન પ્રેસિડેન્ટ જેસી અનંત ભરૂચા, કોન્ફરન્સ કન્સલ્ટન્ટ જેસી સતીશ કોયાની, કોન્ફરન્સ ડિરેક્ટર જેસી અવધેશ ગુપ્તા ખાસ ઉપસ્થિત રહેલ. આ કોન્ફરન્સમાં ગુજરાત અલગ અલગ શહેરોમાંથી અંદાજે ૩૦૦ જેટલા મેમ્બર્સ એ ભાગ લીધેલ. જેમાં જામનગરમાંથી જે સી આઇ જામનગરના પ્રેસીડેન્ટ જેસી જીજ્ઞેશ ચાંગણી તેમજ આઈપીપી/ ઝોન વાઈસ પ્રેસિડેન્ટ જે એફ એમ કુણાલ સોનીના નેતૃત્વ હેઠળ ૯ જેટલા સભ્યોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધેલ. બે દિવસીય આ કોન્ફરન્સમાં જેસીઆઈ જામનગરને સમગ્ર વર્ષ દરમ્યાન કરેલ પ્રવૃત્તિઓ માટે ઝોન પ્રમુખ જેસી જીમીલ હેબતપુરીયા દ્વારા ૬ એવોર્ડ્‌સ તથા રેકગ્નેશન થી સન્માનિત કરવામાં આવેલ આ કોન્ફરન્સ દરમ્યાન મુખ્યત્વે અવોર્ડસ જેમાં આઉટ સ્ટેન્ડિંગ લોકલ પ્રોગ્રામ ઓફ ધ ઝોન, આઉટ સ્ટેન્ડિંગ ગ્રોથ એન્ડ ડેવલોપમેન્ટ ઓફ ધ ઝોન નાં વિનર એવોર્ડસ તેમજ કોન્ફરસ મા એક્ટિવિટી દરમ્યાન બેસ્ટ ફોટો કોન્ટેસ્ટ તથા બેસ્ટ પ્રેસ કવરેજ, ી.ॅ.જ મા જે.જે. જીલ ચાંગણી ને એવોર્ડ પ્રાપ્ત થયેલ.આ ઝોન કોન્ફરન્સ માં પ્રેસીડેન્ટ જેસી જીજ્ઞેશ ચાંગણી, જેસી ખીલન, જેસી ભાવેશ,જેસી મોહિત, જેસી જતીન, જેસી યજ્ઞેશ, જેસી પ્રદિપ, જે.જે જીલ તેમજ જેસીઆઈ જામનગર ના પ્રથમ ઝોન પ્રેસિડેન્ટ/ પાસ્ટ પ્રેસીડેન્ટસ જેસી હિતુલ કારિયા, ૈંઁઢઁ જે.સી. સમીર જાની ઝોન વાઈસ પ્રેસિડેન્ટ જે એફ એમ કુણાલ સોની એ હાજરી આપી તેમજ જે સી આઈ જામનગર ના પાસ્ટ પ્રેસીડેન્ટસ જેસિ મનિષ રાઈઠઠા, જેસી હેમાંશુ જેઠવા અને તમામ પાસ્ટ પ્રેસિડેન્ટ દ્રારા શુભેચ્છા પાઠવીને જેસીઆઈ જામનગર ના મેમ્બર્સનો ઝોનકોન દરમ્યાન ઉત્સાહ વધારેલ.

error: Content is protected !!