ખંભાળિયામાં ગ્રામ વિકાસ એજન્સી દ્વારા નવરાત્રી મેળો ખુલ્લો મુકાયોઃ આજે પૂર્ણાહૂતિ

0

ગ્રામ્ય કક્ષાએ મહિલાઓમાં રહેલી આંતરિક શક્તિને ઉજાગર કરી, આર્થિક બાબતે આર્ત્મનિભર બને અને પોતાના પગભર ઉભા થઈ જુદા જુદા વ્યવસાયથી રોજગારી મેળવતા થાય તે માટે બહેનોને સંગઠિત કરીને તેમના સ્વસહાય જૂથો બનાવી, તેમને તાલીમ ક્ષમતાવર્ધન અને માર્કેટિંગ સહકાર પૂરો પાડવા સમગ્ર દેશમાં દિન દયાલ અંત્યોદય યોજના હેઠળ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અમલીકરણ હેઠળ છે.વર્ષમાં શ્રાવણ માસથી વિવિધ તહેવારોની શરૂઆત થાય છે. ત્યારે નવરાત્રી પર્વને અનુલક્ષમાં ચણીયા-ચોલી, ઈમિટેશન, જવેલરી, દાંડીયા, કુર્તી, ગરબા, દીવડા જેવી નવરાત્રીને અનુરૂપ ચીજ-વસ્તુઓના વેચાણ અર્થે નવરાત્રી મેળાનું આયોજન દેવભૂમિ દ્વારકા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ખંભાળિયામાં આવેલા યોગ કેન્દ્ર ખાતે કરવામાં આવ્યું છે. આ નવરાત્રી મેળો શુક્રવાર તારીખ ૧૪ સુઘી યોજાયો છે.
ગ્રામ્ય અને શહેરી કક્ષાએ સ્વ-સહાય જૂથના બહેનો દ્વારા ઉત્પાદિત તેમજ વેચવામાં આવતી વિવિધવસ્તુઓનું વેચાણ બહેનો દ્વારા કરવામાં આવનાર છે.
આ મેળો સવારે ૧૦ થી રાત્રે ૮ સુધી ખુલ્લો રહેશે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર.જે. જાડેજા દ્વારા નગરજનોને મેળાની મુલાકાત લેવા અપીલ કરવામાં આવે છે.

error: Content is protected !!