ભાણવડ ખાતે કિશોરી મેળો યોજાયો

0

ગુજરાત સરકારની થીમ “સશક્ત કિશોરી, સુપોષિત ગુજરાત” હેઠળ જિલ્લા અને તાલુકા કક્ષાએ “સશક્ત કિશોરી, સુપોષિત ગુજરાત” ની થીમ આધારીત કિશોરી મેળાનો કાર્યક્રમ તારીખ ૧૧ થી ૧૩ ઓક્ટોબર સુધી યોજવામાં આવ્યા હતા. જે ‘કિશોરી મેળા’ અંતર્ગત ‘આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ’ની ઉજવણી ભાણવડ ખાતે કરવામાં આવી હતી. આ કિશોરી મેળામાં કિશોરીઓ અને મહિલાઓને સખી, સહસખી તથા કિશોરીઓ દ્વારા શિક્ષણ, નોકરીઓની તકો, કૌશલ્ય વર્ધનના વિવિધ વિષયો, કિશોરીઓના આરોગ્યને લગત વિવિધ યોજનાઓની માહિતી અને એનિમિયાના નિરાકરણ માટે પગલા, કિશોરીના પોષણ અને પોષણ વાટીકા બનાવવા, સ્વ-બચાવની તાલીમ, કિશોરીઓ તથા બાળકોના હક અને કાયદાની માહિતી, “ગુડ ટચ બેડ ટચ” જાતીય શોષણ અંગેની સમજ, મહિલા અને બાળ વિકાસની વિવિધ યોજનાઓની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. અંતમા બેટી બચાઓ બેટી પઢાઓની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.આ મેળામાં વિવિધ વિભાગના સ્ટોલનું આયોજન કરવામાં કરવામાં આવ્યું હતું. જેમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, સરકારી બેન્ક અને પોસ્ટ ઓફિસ, ગૃહ વિભાગ તથા કાનૂની સેવા સત્તા મંડળ, શ્રમ રોજગાર વિભાગ, સમાજ સુરક્ષા, શિક્ષણ વિભાગ વિગેરેના સ્ટોલ રાખવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ, કારોબારી સમિતિ ચેરમેન, અગ્રણી શક્તિસિંહ જાડેજા, ભાણવડ નગરપાલીકાના પ્રમુખ, પ્રોગ્રામ ઓફિસર, આઇ.સી.ડી.એસ. જિલ્લા પંચાયત, મહિલા અને બાળ અધિકારી કચેરીના તમામ પ્રકલ્પો, સી.ડી.પી.ઓ કચેરી વિગેરે સાથે કિશોરીઓ અને મહિલાઓ મોટી સંખ્યામાં જાેડાયા હતા.

error: Content is protected !!