ખંભાળિયા : નવરાત્રીના તહેવારોમાં વિજ વિક્ષેપ ન થાય તે માટે તંત્ર સમક્ષ રજૂઆત

0

ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારોમાં રવિવાર તા.૧૫મીથી આદ્યશક્તિની ઉપાસનાના પર્વ એવા નવરાત્રીનો મંગલ પ્રારંભ થઈ રહ્યો છે. હિન્દુઓના પવિત્ર પર્વ નવરાત્રીમાં ખાસ કરીને બહેનો – દીકરીઓ ગરબા રમવા તેમજ માતાજીની સ્તુતિ કરવા માટે જાય છે. આ દિવસોમાં કોઈ કારણોસર વિજ વિક્ષેપ ન સર્જાય અને વિજકાપના લીધે કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ખંભાળિયાના પીજીવીસીએલ નાયબ ઈજનેર પી.બી. પંડ્યાને અહીંના સેવાભાવી કાર્યકર અને શહેર ભાજપ મહામંત્રી ઇન્દ્રજીતસિંહ પરમાર દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી છે.

error: Content is protected !!