માખીયાળા ગામના હસમુખભાઈ મકવાણાએ મનપાના કમિશ્નર તથા સિનીયર ટાઉનપ્લાનરને રજુઆત કરી પત્ર પાઠવી કરી રજુઆત
જૂનાગઢ શહેરમાં હાલ ટોક ઓધ ધી ટાઉન બન્યું હોય તો તે વોકળાઓ ઉપરના દબાણો અને ગેરકાયદેસર બાંધકામનોનો મુદ્દો છે અને આ મુદ્દે આગામી દિવસોમાં શું પગલા ભરવામાં આવે છે તે તરફ સંબંધિતોની મીટ છે. જૂનાગઢ શહેરના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસર બાંધકામો સંબંધિત અધિકારીઓ અને મનપાના શાસકોની મિલીભગતથી થઈ રહ્યા છે અને ઉચ્ચ કક્ષાના રાજકીય મહાનુભાવોના આર્શીવાદ સાથે ગેરકાયદેસર બાંધકામો કરનારાઓનો વાળ પણ વાંકો થતો નથી. દરમ્યાન ગેરકાયદેસર બાંધકામ થતું હોવાનો આક્ષેપ સાથેની રજુઆત જૂનાગઢ મનપાના કમિશનર તથા સિનીયર ટાઉનપ્લાનને કરવામાં આવી છે. માખીયાળા ગામે રહેતા હસમુખભાઈ ડાયાભાઈ મકવાણા મો.નં.૯૮૯૮૯૮૭૦૧૮ વાળાએ પોતાની લેખીત રજુઆત તા.૯-૧૦-ર૦ર૩ના આવક નંબર ૧ર૧ર૯ મનપા જૂનાગઢ તરફ મોકલવામાં આવી છે. જેમાં જૂનાગઢ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાના સગાઓ દ્વારા માંગનાથ રોડ ઉપર ગેરકાયદેસર બિલ્ડીંગ બાંધવા અંગે રજુઆત કરી છે. આ પત્રમાં જણાવેલ છે કે, જૂનાગઢ શહેરમાં ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાના સગા દ્વારા ગેરકાયદેસર બાંધકામ થયું હોવાના આક્ષેપ સાથે મનપાના કમિશ્નર અને સિનીયર ટાઉન પ્લાનરને લેખિતમાં રજૂઆત થતા ખળભળાટ મચી ગયો છે. માંગનાથમાં બનતા ડી સ્ક્વેર નામના બિલ્ડીંગમાં મંજૂરી માત્ર રિનોવેશનની મંગાઇ કે મેળવાઇ હતી. જાેકે, બાદમાં નવું જ બાંધકામ કરાઇ રહ્યું છે. એટલે એક તો મંજૂરી વિરૂદ્ધનું બાંધકામ થઇ રહ્યું છે. બીજું કે બોગસ અને બનાવટી નકશાને આધારે મંજૂરી મેળવાઇ હોવાની અરજી થઇ છે. આ અંગે જૂનાગઢના અરજદાર દ્વારા કમિશ્નર, સિનીયર ટાઉન પ્લાનરને લેખીતમાં રજુઆત કરાઈ છે અને આ બાંધકામ અંગે સત્વરે તપાસ કરી આવા ગેરકાયદેસર રીતે કરાયેલા બાંધકામને તોડી પાડવા માંગ કરાઈ છે. અરજદારે કમિશ્નરને લેખીતમાં જણાવ્યું છે કે, શહેરના માંગનાથ રોડ વિસ્તારમાં ડી સ્કવેર નામનું ગેરકાયદે બહુમાળી બિલ્ડીંગ બની રહ્યું છે. આ બિલ્ડીંગના બાંધકામ કરનારા ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાના સગાવ્હાલા છે. આમાં બિલ્ડીંગના બ્રોશરમાં જણાવ્યા મુજબ ભાગીદારોમાં યતિન કોટેચા, રોનક રાજા, શ્યામ કોટેચા, વિપુલ રાજપરા, પાર્થ કોટેચા(ડેપ્યુટી મેયરના પુત્ર) અને વિપુલ કોટેચાનો સમાવેશ થતો હોવાનો આક્ષેપ કરાયો છે. એટલું જ નહી આ અરજીમાં એમ પણ જણાવાયું છે કે, આ બિલ્ડીંગનું બાંધકામ જીડીસીઆરના નિયમ મુજબ નથી. જુના બોગસ અને બનાવટી નકશાના આધારે માત્ર રિનોવેશનની મંજુરી મંગાઈ હતી. જાેકે બાદમાં નવું બાંધકામ કરાઈ રહ્યું છે. આ બિલ્ડીંગના બાંધકામની રેરામાંથી પણ મંજુરી મેળવાઈ નથી.
હવે ઈમ્પેકટ ફીમાં મંજુરી મેળવવા દોડધામ
મનપામાં લેખીત રજુઆત બાદ હવે પગ નીચે રેલો આવવાની સંભાવના જણાતા પાણી પહેલા પાળ બાંધવાની તૈયારી કરાઈ રહી હોવાના આક્ષેપ સાથે રજુઆતમાં તેમ પણ જણાવાયું છે કે, બદનામીથી બચવા માટે અને બિલ્ડીંગને કાયદેસર બનાવવા માટે ઈમ્પેકટ ફી હેઠળ મંજુરીમાં મુકવા ભાગીદારો દ્વારા આકાશ પાતાળ એક કરાઈ રહ્યા છે.