બોડીવોર્ન કેમેરા સાથેની ટીમ, મહિલાઓની સલામતી માટે ૧૮ સી ટીમ સહિત ચુસ્ત બંદોબસ્ત : સુપ્રિમ કોર્ટની ગાઈડલાઈનના પાલન સાથે રાત્રીના ૧ર વાગે ફરજીયાત બંધ કરવા સુચના
નવરાત્રી મહોત્સવ આગામી તા.૧પમી ઓકટોબરના પ્રારંભ થઈ રહેલ છે ત્યારે જૂનાગઢ શહેર તથા સૌરાષ્ટ્રભરમાં આદ્યશકિત માંના નવલા નોરતાને ભાવપુર્વક મનાવવા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તો બીજી તરફ જૂનાગઢ શહેરમાં તહેવારોના આ દિવસો દરમ્યાન લોકો શાંતિપુર્વક તહેવારોની મજા માણી શકે તે માટે જૂનાગઢ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા દ્વારા ચુસ્ત બંદોબસ્તની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગરબી મંડળના આયોજકો સાથેની બેઠકમાં નવરાત્રી અંગેની ગાઈડલાઈન પણ જારી કરવામાં આવી છે. જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરિક્ષક નીલેશ જાજડીયાની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાની અધ્યક્ષતામાં આગામી નવરાત્રી તહેવાર દરમ્યાન કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતી જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ અધિક્ષકની કચેરી જૂનાગઢના કોન્ફરન્સ હોલમાં નવરાત્રી તેમજ દશેરાના તહેવાર અનુસંધાને ગરબા આયોજકો સાથે મીટીંગનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં આશરે ૧૦૦ જેટલા પાર્ટી પ્લોટ, ગરબીના આયોજકો હાજર રહેલ હોય તમામને તહેવાર અનુસંધાને રાખવાની તકેદારીથી માહીતગાર કરવામાં આવેલ તેમજ જરૂરી સુચનાઓ આપવામા આવેલ જેમાં ખાસ કરીને સીસીટીવી કેમેરા લગાવવા, યોગ્ય જગ્યાએ વાહનોનું પાર્કીંગ કરાવવું, કોઇપણ પ્રકારના બનાવ બને તો તાત્કાલીક પોલીસ કન્ટ્રોલરૂમનો તેમજ જેતે પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો જે બાબતે તમામ આયોજકોને થાણા અધિકારીના તેમજ પોલીસ કન્ટ્રોલરૂમના નંબર આપવામાં આવેલ જેથી કોઇપણ બનાવ કે અનઅધીકૃત વ્યકિત વિરૂધ્ધ કાર્યવાહી ઝડપી કરી શકાય. આ નવરાત્રી દરમ્યાન રાસ ગરબા સુપ્રિમ કોર્ટની ગાઇડલાઇન મુજબ રાત્રીના ક-૨૪/૦૦ વાગ્યે ફરજીયાત બંધ કરવા સુચના આપવામાં આવેલ તેમજ કોઇપણ બિન વારસુ ચીજવસ્તુ જણાય આવ્યે તાત્કાલીક પોલીસને જાણ કરવા સુચના આપવામાં આવેલ તેમજ કોઇપણ પ્રકારની અફવાઓને ઉત્તેજન નહી આપવા સમજ કરવામાં આવેલ. ઉપરાંત હાલમાં વધી રહેલ નશાકારક પદાર્થોના સેવન અંગે એસ.ઓ.જી.ના સંકલનમાં રહી પાર્ટી પ્લોટમાં ડ્રગ અવેરનેશ અને સાઇબર ક્રાઇમની જાગૃતી બાબતે સ્ટોલ ઉભા કરી બેનર્સ લગાવી યુવાનોમાં જાગૃતી લાવવા સમજ કરવામાં આવેલ. નવરાત્રીના ગરબા શાંતીપૂર્ણ રીતે લોકો રમી શકે તે માટે જૂનાગઢ પોલીસ કટીબધ્ધ છે. બાળકો, મહીલાઓ અને વૃધ્ધોની સલામતી માટે વિશેષ તકેદારી રાખવા વ્યવસ્થા કરેલી છે. આ માટે પોલીસ વિભાગ દ્વારા બ્રેથ એનેલાઇઝર, ડ્રગ્સ ટેસ્ટીંગ કીટનો વ્યાપક ઉપયોગ કરવામા આવનાર છે. પોલીસ બંદોબસ્તમાં બોડીવોર્ન કેમેરા સાથેની ટીમ કાર્યરત રહેશે. મહીલાઓની સલામતી માટે જીલ્લાની કુલ- ૧૮ જીૐઈ ્ઈછસ્ ખુબ જ સર્કીયતા સાથે બંદોબસ્ત કરશે. આમ જૂનાગઢ પોલીસ બાળકો અને મહીલાઓની સલામતી માટે કટીબધ્ધ છે.