ગિરનાર પર્વત ઉપર આવેલી ૫મી ટૂંક પરની ચરણ પાદુકાને લઇને થોડા દિવસ પહેલા સનાતની સાધુઓ અને દિગંબર જૈનો વચ્ચે માથાકૂટ થઇ હતી. ત્યારે તો પોલીસે મામલો શાંત પાડ્યો હતો. પરંતુ હવે ફરી આવી ઘટના ન બને તે માટે રેન્જ આઇજી નિલેશ જાજડીયા, એસપી હર્ષદ મહેતાની સૂચના અને ડિવાયએસપી હિતેષ ધાંધલ્યાના માર્ગદર્શનમાં ગિરનાર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. અહિં દિવસના ૧૦ અને રાત્રિના ૧૦ મળી કુલ ૨૦ જેટલા પોલીસ કર્મીઓ દ્વારા રાઉન્ડ ધ ક્લોક બંદોબસ્ત રખાયો છે. બોડી વોર્ન કેમેરા, વાયરલેસ સેટ સાથે સજ્જ પોલીસ સ્ટાફ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તે માટે ચાંપતી નજર રાખી રહ્યા છે તેમ ભવનાથ પીએસઆઇ એન.વી. આંબલીયાએ જણાવ્યું છેે.