કેશોદમાં ઈન્દીરાનગરના નાકાની સામે ભરાડીયા તરફ જતા રોડ ઉપર બંધ જગ્યામાંથી ચોરી થયાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. અજાબ રોડ ઉપર રહેતા પ્રવિણભાઈ ખેતાભાઈ સોંદરવા(ઉ.વ.૪૭)એ પોલીસમાં નોંધાવેલ ફરિયાદ મુજબ વનરાજ વાલજી ચાવડા, અજય ભીખા ચાવડા, અશ્વિન નાથા ચૌહાણ અને સમીર સીડા વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, આ કામના આરોપીઓએ છેલ્લા એક મહિના અગાઉથી તા.૧૧-૧૦-ર૦ર૩ના ક.૧૪/૩૦ વાગ્યા સુધીના સમયગાળા દરમ્યાન ઉપર જણાવેલ સ્થળે આ કામના ફરિયાદીની માલિકી વાળા કંપાઉન્ડની અંદર પ્રવેશ કરી ઓરડીના દરવાજાનો લોક તોડી અંદર પ્રવેશ કરી તથા ગોડાઉનના દરવાજાની ઉપરથી કુદી ગોડાઉનમાં અંદર પ્રવેશ કરી કુલ પ૧૦ લોખંડના સેન્ટીંગ કામ માટેના ચોકા(પ્લેટો) જેની એક ચોકાની કિ.રૂા.૩૦૦ લેખે કુલ કિ.રૂા.૧,પ૩,૦૦૦ તથા બે સ્લેબ તોડવાના બ્રેકર મશીન જેની કિ.રૂા.૧૬,૦૦૦ તથા એક લોખંડ કાપવાનું મશીન જેની કિ.રૂા.પ૦૦૦ મળી કુલ કિ.રૂા.૧,૭૪,૦૦૦ના મતાની ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવતા કેશોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.