ઈઝરાયલ-હમાસનું યુધ્ધમાં વિજ્ઞાન જાથાની કેન્ડલ માર્ચ : નિર્દોષ નાગરિકોને બંધક અને મોત સંબંધી સંવેદના વ્યકત કરતું વિજ્ઞાન જાથા

0

જીવનનગરના રહેવાસીઓએ હમાસની ક્રુરતા, બર્બરતા સામે રોષ વ્યકત કર્યો : નિર્દોષ બાળકો, નાગરિકો સાથે અમાનવીય કૃત્યોની નિંદા કરતું વિજ્ઞાન જાથા : કોઈપણ દેશ આંતકવાદને ધિક્કારે છે

વર્તમાન સમયમાં ઈઝરાયેલ – હમાસનું યુધ્ધની ક્રુરતા – બર્બરતાની હકિકત માનવજાત માટે આલબેલ – ચિંતાનું કારણ બની ગયું છે. યુધ્ધના બંને પક્ષોમાં નિર્દોષ નાગરિકોને બંધક અને મોત સંબંધી સંવેદના વ્યક્ત કરવા ભારત જન વિજ્ઞાન જાથા અને જીવનનગર વિકાસ સમિતિએ કેન્ડલ માર્ચ યોજી અમાનવીય કૃત્યો બંધ થાય અને વધુ નાગરિકોના મોત ન થાય તે માટેની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. વિશ્વના કોઈપણ દેશોમાં યુધ્ધ માનવ સમાજ માટે ખતરારૂપ હોય બંધ થવા જાેઈએ. જાથાના રાજય ચેરમેન-એડવોકેટ જયંત પંડયાએ હમાસે બંધક બનાવેલા નિર્દોષ નાગરિકો અને બાળકો સાથે અમાનવીય વ્યવહાર બંધ થવા જાેઈએ. યુધ્ધમાં બંને પક્ષોએ માનવ જાતની રક્ષા કરવી જાેઈએ. યુધ્ધ એ લોકોના જીવનમાં હિંસક વિક્ષેપ કરે છે. ઈઝરાયેલ, હમાસ, પેલેસ્ટાઈન, સીરીયા, રશિયા કે યુક્રેનના યુધ્ધોમાં હજારો લોકોના મોત, અપંગતા, ભુખમરો, બેઘર, રોજગારી, જીવનનું જાેખમ સાબિત થયું હોય વૈશ્વિક સ્તરે ચિંતાનું મોજું છે. તાકિદે યુધ્ધ બંધ થવા જાેઈએ. રાજકોટમાં કેન્ડલ માર્ચ યોજી સંવેદના-દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું હતું. નિર્દોષના મોત ન થાય તે માટે કરૂણા બતાવવામાં આવી હતી. દેશના કોઈપણ નાગરિકોએ, સમાજે, જાગૃતતા કેળવી પોતાનો મત વ્યક્ત કરવો જાેઈએ. આંતકી પ્નવૃતિ કોઈપણ દેશ માટે ખતરારૂપ છે તે બંધ થવી જાેઈએ. વધુમાં પંડયાએ વિજ્ઞાનની શોધો યુધ્ધ કે સંહાર માટે નથી. આંતરરાષ્ટ્રીય સંગઠનોએ યુધ્ધ ઈઝરાયેલ-હમાસ કે યુક્રેન-રશિયાના બંધ થાય તે સંબંધી ઠોસ કદમ ભરવાની જરૂર છે. અસહ્ય વેદના-પીડા ભોગવતા લોકો-પરિવારો માટે મદદ કરવી માનવ ધર્મ છે. વિશ્વ શાંતિ એકમાત્ર વિકલ્પ છે. લોહિયાળ કત્લેઆમ રોકવી પડશે. મુર્ખ આક્રમણોથી મોત વધુ થાય છે. અધિકાર માટેની લડત અલગ હોય છે. નફરતના વાવેતરથી દેશ ખોખલો બને છે. હિંસક રૂપ ધારણ કરે છે. હમાસની ક્રુરતા-અમાનવીય બંધ થવી જાેઈએ. આંતકવાદને પ્નોત્સાહન આપનારા દેશો અને તેના લોકો ગરીબાઈ સાથે પાશવીતામાં જીવતા હોય છે તેથી મગજ-વિચાર બદલાવાનો સમય આવી ગયો છે. આંતકી પ્રવૃતિ યુધ્ધ રોક માટે વિશ્વના દેશોએ સંગઠન કરી અંતિમ આયોજન ગોઠવવા પડશે. યુધ્ધના વિરોધમાં બોલવું અને શાંતિની કામના કરવી એ જ સત્ય છે. ઈઝરાયેલ – હમાસ યુધ્ધમાં નિર્દોષ નાગરિકો વધુ હોમાય નહિ. લોકો બેઘર ન બને તેવા વિચારો વ્યક્ત કરવામાં આવ્યા હતા. સંવેદના કેન્ડલ માર્ચમાં જાથાના સદસ્યો, જીવનનગર સમિતિના સુનિતાબેન વ્યાસ, યોગીતાબેન જાેબનપુત્રા, શોભનાબેન ભાણવડિયા, આશાબેન મજેઠીયા, હર્ષાબેન વકીલ, જયોતિબેન પુજારા, ભારતીબેન ગંગદેવ, અલ્કાબેન પંડયા, જીગીષાબેન રાવલ, નેહાબેન મહેતા, આગેવાન વિનોદરાય ભટ્ટ, અંકલેશ ગોહિલ, રવિ પરબતાણી, પરિવારો સાથે બાળકો જાેડાયા હતા.

error: Content is protected !!