ખંભાળિયામાં રઘુવંશી જ્ઞાતિની બાળાઓ માટે છાત્રાલય ખાતે રાસ ગરબા યોજાયા

0

આદ્યશક્તિની આરાધનાના પર્વ એવા નવરાત્રીનો તાજેતરમાં પ્રારંભ થયો છે. ત્યારે ખંભાળિયા શહેરની મધ્યમાં આવેલી લોહાણા કન્યા છાત્રાલય તથા રઘુવંશી મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે છાત્રાલયની બાળાઓ માટે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બહેનો માટે વિવિધ સ્પર્ધાઓ પણ યોજવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં રઘુવંશી મહિલા મંડળના હોદ્દેદારો તથા સદસ્યો ચાંદનીબેન પુજારા, ડો. રાયઠઠ્ઠા તથા પરિવાર, ઉષાબેન તન્ના, લોહાણા છાત્રાલય અને રઘુવંશી મહિલા મંડળ, ભાવિશાબેન મોટાણી, નીનુબેન માણેક, નિકિતાબેન મજીઠીયા, દીપ્તિબેન બરછા, ભાવનાબેન કાનાબાર વિગેરેની ઉપસ્થિતિમાં બાળાઓને રોકડ
પુરસ્કાર તેમજ અલ્પાહાર આપવામાં આવ્યો હતો. લોહાણા કન્યા છાત્રાલયને લેસ્ટર (યુ.કે.) નિવાસી સ્વ. મોહનલાલ છગનલાલ વિઠલાણી પરિવાર દ્વારા વોટર કુલરનું અનુદાન સાંપડ્યું હતું. જેની અર્પણ વિધિ પણ છાત્રાલયના ગૃહમાતા મૃદુલાબેન તન્ના દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે કન્યા છાત્રાલયના ટ્રસ્ટ ડોક્ટર કાશ્મીરાબેન રાયઠઠ્ઠા, ઉષાબેન તન્ના, કારોબારી સદસ્યો ગીતાબેન બદીયાણી જેમીનીબેન મોટાણી, હેતલબેન સવજાણી તેમજ જ્ઞાતિના મહિલાઓ, કાર્યકરો ખાસ ઉપસ્થિત
રહ્યા હતા.

error: Content is protected !!