ખંભાળિયા તાલુકાના વિંજલપર ગામની મોડેલ સ્કૂલમાં તાલુકા કક્ષાનો વિજ્ઞાન મેળો યોજાયો હતો. જેમાં સિધ્ધપુર પ્રાથમિક શાળાના બાળકો દ્વારા વિભાગ -૧ માં બહુહેતક ચૂલો, વિભાગ -૨ માં પુનઃ પ્રાપ્ય ઊર્જાના ઉપયોગ દ્વારા પર્યાવરણનું જતન અને વિભાગ – ૪ માં ટ્રાંઝીટ એલિવેટેડ બસ એમ ત્રણ કૃતિ રજુ કરી હતી.તેમાં વિભાગ -૨ માં પ્રથમ નંબર પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે. તેના બાળ વૈજ્ઞાનિકો શિવાની પરમાર, તરુણ પરમાર અને તેઓના માર્ગદર્શક શિક્ષકો ધર્મેશભાઈ નકુમ અને ભરતભાઈ દેવમૂરારીને શાળા આચાર્ય સંજયભાઈ ગાગિયા અને શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.