ભારત સરકારના સ્કીલ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટના સહયોગથી ઔધોગીક તાલીમ સંસ્થાઓમાં દ્રિતીય કૌશલ્ય દિક્ષાંત સમારોહનુ આયોજન કરવામાં આવેલ હતું. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાની દ્વારકા અને કલ્યાણપુરની આઈ.ટી.આઈ. ખાતે પણ કૌશલ્ય દિક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આઈ.ટી.આઈ.માંથી એક વર્ષ અને બે વર્ષ નો કોર્ષ કરી ને પાસ થયેલા તાલીમાર્થી ભાઈઓ-બહેનોને સર્ટિફિકેટ આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. દ્વારકા આઈ.ટી.આઈ.માં આશરે ૨૫૦ તાલીમાર્થીઓને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. કલ્યાણપુર આઈ.ટી.આઈ.માં આશરે ૧૪૦ તાલીમાર્થીઓને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. દ્વારકા આઈ.ટી.આઈ.ના આચાર્ય એમ.એમ. ભોચિયા, ફોરમેન દેવાંગ મકવાણા અને સ્ટાફના સહયોગથી આ કાર્યક્રમ સફળ બની રહ્યો હતો.