જૂનાગઢમાં કાયદેસર નિયમોની એસીતેસી કરી અને પાર્ટી પ્લોટ ધરાવતા લોકો સામે મનપાનું અકળ મૌન : નવરાત્રીના તહેવારોમાં ગેરકાયદેસર ચાલતા પાર્ટી પ્લોટોને ઘી-કેળા

0

આધુનિક ડાંડીયારાસના આયોજકો દ્વારા મોં માંગ્યું ભાડું આપી પાર્ટી પ્લોટોમાં રાસ-ગરબાના થઈ રહ્યા છે આયોજન

જૂનાગઢ શહેરમાં અનેક વિસ્તારોમાં પાર્ટી પ્લોટો આવેલા છે. શ્રીમંત વર્ગને માટે આ પાર્ટી પ્લોટો આર્શીવાદરૂપ બની જતા હોય છે. લગ્નપ્રસંગ કે અન્ય કોઈ પ્રસંગે આ પાર્ટી પ્લોટોમાં ઉજવણીનું આયોજન થતું હોય છે અને પાર્ટી પ્લોટ ધારકો રૂા.૧ લાખથી વધુની રકમ આયોજકો પાસેથી લેતા હોય છે અને પાર્ટી પ્લોટ ભાડે રાખનારા કહેવાતા નબીરાઓ મોંઘા ભાવનું ભાડું પણ હસતા મુખે આપી દેતા હોય છે. હાલ તહેવારોના સમયગાળામાં સૌથી મોટો તહેવાર એવો નવરાત્રી મહોત્સવ આંગણે આવી રહ્યો છે ત્યારે પ્રાચીન-અર્વાચીન ડાંડીયારાસ અને રાસોત્સવનું આયોજન થયું છે. જૂનાગઢ શહેરમાં જ જુદા-જુદા સ્થળે આવેલા પાર્ટી પ્લોટોને ભાડે રાખી લેવામાં આવેલ છે. આ પાર્ટી પ્લોટની કાયદેસરતા કેટલી છે તે અંગે ભાડા રાખનારને કોઈ માહિતી નથી અથવા તો આવી માહિતી મેળવવામાં તેમને કોઈ રસ નથી તેમ કહી શકાય અને એમને તો બસ પોતાનું આયોજન ભવ્ય રીતે અને શ્રેષ્ઠ રીતે યોજાય તેમાં રસ છે અને જેને કારણે કેટલાક ગેરકાયદેસર રીતે ધમધમી રહેલા પાર્ટી પ્લોટના ધારકોને ઘી-કેળા થયા છે અને તેઓ તો આ તહેવારોનો લાભ ઉઠાવી અને ફાવેેતેમ મોં માગ્યું ભાડું વસુલી રહ્યા હોવાનું ચર્ચાઈ છે. વિશેષમાં જૂનાગઢ શહેરમાં ગેરકાયદેસર રીતે અનેક પાર્ટી પ્લોટો ધમધમી રહ્યા છે અને આવા પાર્ટી પ્લોટો બિનખેતી થયેલ નથી. બાંધકામની મંજુરી મેળવેલ નથી અને ફાયર સેફટી પણ ધરાવતા નથી તેવી ચોંકવનારી વિગતો બહાર આવી છે. દરમ્યાન જૂનાગઢ શહેરમાં ગેરકાયદેસર બાંધકામો અને વોકળાઓ ઉપરના દબાણોનો મુદ્દો જાેરશોરથી ગાજી ઉઠયો છે ત્યારે મનપા તંત્રએ થોડા દિવસો પહેલા ૯૯ જેટલી નોટિસો ઈશ્યુ કરી હતી. આ ઉપરાંત ર૬ જેટલા પાર્ટી પ્લોટે પણ નોટિસો આપી હતી. આ નોટિસો આપ્યા બાદ મનપા તંત્રએ તેની સામે કેવી કામગીરી કરી છે તે અંગેની કોઈ વિગતો બહાર આવી નથી. મનપાએ જે ર૬ ધારકોને નોટિસો ફટકારી હતી તેની યાદી અત્રે પ્રસ્તુત કરવામાં આવી છે. ૧. યમુનાવાડી, ઝાંઝરડા રોડ, મનસુખભાઈ કાનજીભાઈ અકબરી, ર. નિલકંઠ ફાર્મ, ઝાંઝરડા ચોકડી, જસુભાઈ વઘાસીયા, ૩. વેસ્ટર્ન પાર્ટી પ્લોટ, ઝાંઝરડા રોડ ચોકડી, વિજયભાઈ, ૪. સત્યમ પાર્ટી પ્લોટ, ઝાંઝરડા ચોકડી, પરેશભાઈ ડોબરીયા, પ. વૃંદાવન ફાર્મ, ડી-માર્ટ સામે, ઝાંઝરડા રોડ, ભરતભાઈ ધોરાજીયા, ૬. શ્રીજી ફાર્મ, ડી-માર્ટ સામે, ઝાંઝરડા ચોકડી, મનસુખભાઈ નરસીભાઈ ડોબરીયા, ૭. બજરંગ વાડી, ડી-માર્ટ સામે, ઝાંઝરડા ચોકડી, રાજેન્દ્રભાઈ ડોંગા, ૮. મધુવન ફાર્મ, દેવ સ્કૂલ સામે, બાયપાસ રોડ, સુનિલભાઈ ગોપાલભાઈ પાનસુરીયા, ૯. દેશી પકવાન, દેવ સ્કૂલ સામે, બાયપાસ રોડ, કેશુભાઈ પાનસુરીયા, ૧૦. ગોલ્ડન ફાર્મ, ખલીલપુર ચોકડી, જાેષીપરા, કાંતીભાઈ નારણભાઈ બરવાડીયા, ૧૧. કૈલાસ પાર્ટી પ્લોટ, ખલીલપુર રોડ, જાેષીપરા, મગનભાઈ સાવલીયા, ૧ર. અવસર ફાર્મ, ખલીલપુર રોડ, જાેષીપરા, મનિષભાઈ માળી, ૧૩. એલીગન ફાર્મ, ગલીયાવાડા રોડ, ખામધ્રોળ ચોકડી, રમેશભાઈ ખાત્રા, ૧૪. ફળદુવાડી, ગ્રિનસીટીની બાજુમાં, ચોબારી રોડ, શ્રી જૂનાગઢ ઉમિયા પરિવાર ટ્રસ્ટ, ૧પ. ક્રિષ્ના ફાર્મ, ગ્રિનસીટીની બાજુમાં, ચોબારી રોડ, મનોજભાઈ બોરખતરીયા, ૧૬. શિવમ પાર્ટી પ્લોટ, બસ સ્ટેન્ડ પાછળ, પરેશભાઈ ડોબરીયા, ૧૭. માંગલ્ય પાર્ટી પ્લોટ, ફાયર સ્ટેશનની બાજુમાં, નીરૂબેન ભરતભાઈ કાંબલીયા, ૧૮. ગાર્ડન કાફે, ફાયર સ્ટેશનની સામે, સરોજબેન જાદવ, ૧૯. ધાર્મિક પાર્ટી પ્લોટ, ગાયત્રી મંદિર સામે, જયદેવભાઈ આર. જાેષી, ર૦. પ્રકૃતિ ધામ, ભવનાથ વિસ્તાર, ગોપાલભાઈ રાખોલીયા, ર૧. અવસર ફાર્મ, વાડલા ફાટક, મયુરભાઈ, રર. સોરઠ પાર્ટી પ્લોટ, વાડલા ફાટક, કપિલભાઈ, ર૩. એસેલ પાર્ક, સક્કરબાગ સામે, કરશનભાઈ ધડુક, ર૪. બજરંગ ફાર્મ, ચોબારી ફાટક પાસે, જાડેજા લક્ષ્મણભાઈ માલદેભાઈ, રપ. એસેલ પાર્ક સક્કરબાગ સામે, કરશનભાઈ ધડુક અને ર૬. ખોડલધામ, ખલીલપુર રોડ, જાેષીપરા, ગિરીશભાઈ મોહનભાઈ રાખોલીયા વિગેરેનો સમાવેશ થાય છે. નોટિસ અપાયા બાદ ૭ દિવસથી લઈ ૩૦ દિવસમાં જરૂરી આધારપુરાવા રજુ કરવા તાકીદ કરવામાં આવતી હોય છે. જાે આવા આધારપુરાવા રજુ ન કરે તો કાર્યવાહી કરવામાં આવતી હોય છે પરંતુ કોણ જાણે કેમ આ કિસ્સામાં શું ગુંચ પડી ગઈ તે અંગેની કોઈ માહિતી કે કાર્યવાહી જાેવા મળતી નથી તેવું આધારભુત સુત્રોમાં ચર્ચાય છે.

error: Content is protected !!