ભેસાણ પોલીસ સ્ટેશન કાર્યક્ષેત્ર હેઠળ આવતા ભેસાણ ટાઉનમાં રહેતા જમાલભાઇ કાળુભાઇ પબડા જાતે મુસ્લીમ(ઉ.વ.૩૦) રહે.ભેંસાણ વાળાનો મૃતદેહ ભેસાણ ટાઉનમાં ઉબેણ નદીના ચેકડેમમાંથી મળી આવેલ અને તેને માથાના હોઠના ભાગે તથા કાનમાં ઇજા હોય અને લોહી નીકળેલ હોય આ બાબત ભેસાણ પો.સ્ટે.અ.મોત નં.૨૪/૨૦૨૩ સી.આર.પી.સી.ક.૧૭૪ મુજબની અ.મોત તા.૭-૧૦-૨૩ ના ક.૧૦/૪૫ વાગ્યે દાખલ થયેલ અને તપાસ હાથ ધરવામાં આવી હતી. બાદ જૂનાગઢ રેન્જના પોલીસ મહાનીરીક્ષક નિલેશ જાંજડીયા તેમજ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાની સુચનાઓ તેમજ નાયબ પોલીસ અધિક્ષક જૂનાગઢનાઓ હિતેષ ધાંધલ્યાના તથા સી.પી.આઇ. જૂનાગઢનાઓ આર.એમ.વસાવાનાઓ સુચના તથા સીધા માર્ગદર્શન હેઠળ શંકાસ્પદ મૃત્યું અંગે ઉડાણ પુર્વક તપાસ કરી સત્ય હકીકત બહાર લાવવા માટે સુચના તથા માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને સદરહું બનાવ બાબતે ખાનગી વિશ્વાસુ બાતમીદારો તેમજ પોલીસ હીતેચ્છુ વ્યકિતઓ હયુમન તેમજ ટેકનીકલ સોર્સથી મદદથી બાતમી મળેલ કે મરણ જનારના ભાણેજાે (૧) અફઝલભાઈ ઉર્ફે ટાઈગર ઈકબાલભાઈ ઓઠા જાતે-મુસ્લીમ(ઉ.વ.૧૯) ઘંધો-મજુરી રહે.જૂનાગઢ સીવીલ હોસ્પીટલ પાસે ખાટકીવાળા મુળ-ભેંસાણ તા.ભેંસાણ જી.જૂનાગઢ તથા (૨) કાયદાના સંઘર્ષમાં આવેલ કીશોરને મરણ જનાર સાથે બોલાચાલી ઝગડો થયેલ હોય અને આ બંનેએ મરણ જનારને મારીને પાણીમાં નાખી દીધેલ છે જે અંગે મરણ જનરના પત્ની નસીમાબેનએ ઉપરોક્ત બંને વીરૂધ્ધ ફરીયાદ આપેલ જે ભેસાણ પો.સ્ટે.ગુ.ર.નં.૧૧૨૦૩૦૦૭૨૩૦૪૯૨/૨૩ આઇ.પી.સી. ક.૩૦૨,૧૧૪ મુજબ રજી કરી જેથી અફઝલની યુક્તી પ્રયુકતિથી તેમજ ભરોસો આપી વિશ્વાસમા લઇ પુછપરછ ભાંગી પડેલ અને જણાવેલ કે તેના મામા જમાલભાઇ તેની સાથે તથા તેના પરીવાર સાથે અવાર નવાર ઝગડો કરતા હોય તથા બનાવના દીવસે પણ ઝગડો કરેલ હોય જેથી તેનાથી કંટાળી તેનાભાઇ બંન્ને મળીને તેના મામા જમાલભાઇને નદીના ચેકડેમ ઉપર લઇ જઇ અને તેની સાથે મારા મારી કરી ઇજાઓ પહોચાડી અને પાણીમાં ડુંબાડી મારી નાખેલ હોવાની હકીકત જણાવેલ અને સદરહુ હત્યાના બનાવનો ભેદ ભેસાણ પોલીસને પોતાની કુનેહ અને કુશળતાપુર્વક ઉકેલી કાઢવામા સફળતા મળેલ અને બાદ આરોપીઓને ગણતરીની કલાકોમાં ગુન્હાના કામે અટક કરવામા આવેલ છે આગળની તપાસ ડી.કે.સરવૈયા પોલીસ સબ ઇન્સપેકટર ભેસાણ પો.સ્ટે.નાઓ ચલાવી રહ્યા છે.