જૂનાગઢમાંથી પિસ્ટલ, જીવતા કાર્ટીસ સાથે એકની ધરપકડ

0

જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયાની સુચના તેમજ એસપી હર્ષદ મહેતાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિઓ ઉપર અંકુશ લાવવા તથા ગેરકાયદેસર હથિયારો શોધી કાઢવા સુચન કરેલ. જે અન્વયે એસઓજીના એએસઆઇ જીતેન્દ્રસિંહ ચૌહાણ, રવિરાજસિંહ સોલંકીને બાતમી મળી હતી. જે બાતમીના આધારે એસોજીના પો.ઇન્સ. એ.એમ. ગોહીલ, એએસઆઇ એમ.વી. કુવાડીયા સહિતના સ્ટાફે પીસોરી ફળીયાથી જમાલવાડી જવાના રસ્તા પાસેથી રીયાજહુશેન ઉર્ફે રીયાજબાપુ ભીખુમીયા સીરાજીને પકડી અંગઝડતીમાંથી રૂા.૨૦,૦૦૦ની કિંમતની દેશી હાથ બનાવટની પિસ્ટલ નંગ.૧, રૂપિયા ૮૦૦ની કિંમતના કારતુસ નં.૮ મળી કુલ રૂા.૨૦,૮૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!