કેશોદ એસ.ટી.બસ સ્ટેશન ખાતે ધારાસભ્ય દેવાભાઈ માલમ, ભાજપ સંગઠન તાલુકા પ્રમુખ ગોવિંદભાઈ બારીયા, કેશોદ શહેર સંગઠન પ્રમુખ પ્રવિણભાઈ ભાલાળા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ જૈતાભાઈ સીસોદીયા, એસ.ટી. ડેપો મેનેજર મનસુખભાઈ, એટીઆઇ હમીરભાઈ, એસ.ટી. પાર્સલ વિભાગમાથી સિદ્ધરાજસિંહ રાયજાદા સહિત એસ.ટી.સ્ટાફે સફાઇ હાથ ધરી હતી જેમાં વૃક્ષોના પાંદડા કપાયેલી ડાળીઓ રોડ પર એકઠો કરાયેલો કચરો એક ટ્રેક્ટરમા ભરી ડમ્પીંગ સ્ટેશન ખાતે લઇ જઇ ઠલવાયો હતો.