ગીર સોમનાથના વેરાવળ શહેરની મધ્યે આવેલ ટાવર ચોક પોલીસ પોલીસ ચોકીનું નવીનીકરણ પુર્ણ થતા રેન્જ આઈજી નિલેશ જાજડીયાના વરદ હસ્તે લોકાર્પણ કરાયું. ગીર સોમનાથ જીલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ પ્રથમ પગલા રૂપે વેરાવળ શહેરની જુનવાણી વરસોની જર્જરીત પોલીસ ચોકીઓનું રીનોવેટ કરવાનું અભિયાન હાથ ધરેલ. વેરાવળ સીટી પીઆઈ ઈસરાણીને મળેલ સહયોગથી ભાલકા, તાલાળા નાકા, ગાંધીચોક અને ત્યાર શહેરના ટાવરચોક સ્થિત પોલીસ ચોકીનું નવીનીકરણ પુર્ણ થતાં ઢોલ-શરણાઈ, પુજન સાથે જૂનાગઢ રેન્જ આઈજી નિલેશ જાજડીયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવેલ હતું.