હાલમાં માં આધ્ય શકિતની આરાધનાનું પર્વ નવલા નોરતાની ભાવભેર ઉજવણી કરવામાં આવી રહીછે ખૈલૈયાઓ મન મૂકીને ઝુમી રહ્યાછે શહેરી વિસ્તારોમાં જ્ઞાતી આધારિત નવરાત્રીનો ક્રેઝ વદયોછે સાથે ખાનગી નવરાત્રીના આયોજનો પણ થઈ રહ્યાછે કેશોદ શહેરમાં વિવિધ ગરબી મંડળો તથા વિવિધ જ્ઞાતીની નવરાત્રીનું આયોજન થાયછે નવરાત્રીમાં ખૈલૈયાઓનો ઉત્સાહ વધારવા કેશોદમાં સમસ્ત બ્રહ્મ સમાજ મહીલા મંડળ દ્વારા સ્પર્ધાત્મક રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બ્રહ્મ સમાજ મહીલા મંડળ દ્વારા દિપ પ્રાગટય કરી માતાજીની આરતી કરવામાં આવી હતી અને સ્પર્ધાત્મક રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રેષ્ઠ પરફોર્મન્સ કરનાર ખેલૈયાઓને નિર્ણાયકો દ્વારા ક્રમાંક આપી પ્રોત્સાહિત ભેટ આપવામાં આવી હતી.
કેશોદના સમસ્ત બ્રહ્મ સમાજ મહીલા મંડળ દ્વારા યોજાયેલ સ્પર્ધાત્મક રાસોત્સવમાં સમસ્ત બ્રહ્મ સમાજ મહીલા મંડળના પ્રમુખ ઉપ પ્રમુખ હોદેદારો સહીત ઉપસ્થિત રહી જ્ઞાતી ભાવના જાગૃત થાય અને ખેલૈયાઓને પ્રોત્સાહન મળે તેવા ઉમદા હેતુથી કેશોદ સમસ્ત બ્રહ્મસમાજ મહિલા મંડળ દ્વારા સ્પર્ધાત્મક રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બ્રહ્મ સમાજ મહીલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભાગ લીધો હતો.