આઇ.સી.ડી.એસ. દ્વારા આંગણવાડીના ભૂલકા સાથે નવરાત્રીની ઉજવણી કરાઇ

0

આઇ.સી.ડી.એસ દ્વારા આંગણવાડીના ભૂલકા સાથે નવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં તાલાલા ૧૭ નંબરમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આઇ.સી.ડી.એસ.ના સીડીપીઓ દિવ્યાબેન રામ તથા કર્મચારીઓમાં ભાવનાબેન ભટ્ટ, કાજલબેન પંપાણીયા, ભેનીબેન સોલંકી, જયાબેન ભૂવા, લતાબેન બારડ, પુનીતભાઈ સોલંકી, રાજેશભાઈ સોલંકી, અતુલભાઈ અપારનાથી, પ્રદીપભાઈ માકડિયા તથા કાર્યકર બહેનોમાં ઇલાબેન ભટ્ટી, રીનાબેન વાળા, કંચનબેન વાળા, નિશાબેન છાત્રોડા સહિતના લોકો બાળકો સાથે ગરબા રમ્યા હતા. જેમાં ૨૯ બાળકો એ ભાગ લીધો હતો તેમને આઇસ ક્રીમ તથા નાસ્તા કરાવેલ અને બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

error: Content is protected !!