આગામી સપ્તાહમાં ચંદ્રગ્રહણને અનુલક્ષીને દ્વારકાધીશ મંદિરના દર્શનના સમયમાં ફેરફાર

0

આગામી શનિવાર તારીખ ૨૮મી ના રોજ ચંદ્રગ્રહણ હોવાથી શ્રી દ્વારકાધીશ મંદિરમાં શુક્રવાર તારીખ ૨૭ મીના રોજ શરદપૂર્ણિમા ઉત્સવ અન્વયે શ્રીજીના રસોત્સવની ઉજવણી કરવામાં આવશે. આના અનુસંધાને દ્વારકાધીશ મંદિરમાં શ્રીજીના દર્શનના ક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત શુક્રવારે શરદોત્સવના સવારના નિત્યક્રમ મુજબના દર્શન બાદ બપોરે ૧ થી ૫ સુધી અનોસર (દર્શન બંધ) રહેશે. જ્યારે સાંજે ૭ઃ૩૦ થી ૯ઃ૩૦ વાગ્યા સુધી રાસોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે.
શનિવાર તા. ૨૮મી ના રોજ (પૂર્ણિમા – ચંદ્ર ગ્રહણ) ના સવારે પાંચ વાગ્યે મંગળા આરતીના દર્શન થશે. સવારે ૧૧ વાગ્યાથી ૧૨ વાગ્યા સુધી મંદિર બંધ રહેશે. બપોરે ત્રણ વાગ્યે શયન બાદ રવિવાર તા. ૨૯ મીના રોજ સવારથી નિત્યક્રમ મુજબ મંદિર ખુલશે તેમ દ્વારકાધીશ મંદિરના વહીવટદારની એક યાદીમાં જણાવ્યું છે.

error: Content is protected !!