આર્થિક સંકળામણથી ઘર છોડીને જતા રહેલા આધેડને પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું

0

જૂનાગઢ રેન્જના ડીઆઈજી નિલેશ જાજડીયા તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી, મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે.
અરજદાર મથુરભાઇ રાણાભાઇ રીબડીયા જૂનાગઢના વતની હોય તેમના પુત્ર મનીષભાઇ (ઉ.વ. ૪૩), તેમના મિત્રને ત્યા જમવા જવાનું છે કહીને ઘરેથી નીકળી ગયેલ હોય જે પરત ઘરે ના આવતા તેમના પિતાજી મથુરભાઇએ આજુબાજુ તથા સગા સંબધીમાં તપાસ કરવા છતાં ક્યાંય મળી આવેલ નહી અને તેમનો પુત્ર ક્યાં નીકળી ગયેલ હશે ? અને કેવી પરીસ્થીતીમાં હશે ? તેવી ચિંતામાં તેમના પરીવારના સભ્યો વ્યથીત થઇ ગયેલ હોય, આ બાબતની જાણ નેત્રમ શાખા (કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર)ના પી.એસ.આઇ. પી.એચ.મશરૂને કરતા નેત્રમ શાખા તથા એ ડીવીઝન પોલીસ સ્ટાફ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.
જૂનાગઢ ડીવીઝનના ડીવાયએસપી હિતેષ ધાંધલ્યના માર્ગદર્શન હેઠળ એ ડીવીઝન પો.સ્ટે.ના પી.આઇ. એ.જી.જાદવ, હેડ. કોન્સ. કિરણભાઇ કરમટા, પો.કોન્સ. વિપુલભાઇ ડોડીયા તથા નેત્રમ શાખા (કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર) ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, પો.કોન્સ. હાર્દીકભાઇ સિસોદિયા, વિજયભાઇ છૈયા, અંજનાબેન ચવાણ તથા સહીતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી અરજદારના પુત્ર મનીષભાઇ પોતાનુ વાહન રજી નં. ય્ત્ન ૧૧ ઝ્રત્ન ૯૯૭૧ લઇને ઘરેથી નીકળી ગયેલ હોય, વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ સીસીટીવી ફૂટેજ ચેક કરતા મનીષભાઇ મધુરમ વિસ્તારમાં જાેવા મળેલ હોય, જેના આધારે આગળનો સમગ્ર રૂટ ચેક કરતા અરજદારના પુત્ર મનીષભાઇ અક્ષરમંદીર પાસે આવેલ બિલનાથ મહાદેવ મંદીરની અંદર જતા હોય તેવું ઝ્રઝ્ર્‌ફ માં જાેવા મળેલ.
જેની જાણ એ ડીવીઝન પોલીસ સ્ટાફને કરતા એ ડીવીઝન પોલીસ સ્ટાફ દ્વારા
તાત્કાલીક બીલનાથ મંદીરમાં પહોચી અને અરજદારના પુત્ર મનીષભાઇને સહી સલામત શોધી લાવતા તેમના પરીવારના સભ્યોએ શ્વાસ લીધો હતો. પોલીસ સ્ટાફ દ્રારા મનીષભાઇને પૂછ પરછ કરતા મનીષભાઇ એ જણાવેલ કે તેઓ આર્થીક ભીસમાં હોવાને લીધે આ પગલુ ભરેલ હતુ.
પોલીસ દ્રારા પણ મનીષભાઇને સમજાવેલ કે ખરાબ સમય પણ જતો રહેશે અને આવુ પગલુ ભરવાથી પોતાના બાળકો તથા ઘરના સભ્યો ખુબજ ચીંતમાં પડી જતા હોય છે, તેમજ પોલીસ દ્રારા નોકરી-ધંધો કરવા માટે સમજ આપેલ હતી.
નેત્રમ શાખા તથા એ ડીવીઝન પોલીસ સ્ટાફ દ્રારા બનાવની ગંભીરતા સમજી કોઇ પણ પ્રકારનો વિલંબ કર્યા વિના પોતાના પરીવારના સભ્ય ગુમ થયેલ હોય તેમ સમજી મનીષભાઇને શોધી તેમના પરીવાર સાથે મીલન કરાવેલ, નેત્રમ શાખા તથા એ ડીવીઝન પોલીસ સ્ટાફ દ્વારા પોતાના પુત્રને સહી સલામત શોધી આપવા માટે કરેલ તાત્કાલિક સવેંદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવિત થઈને મથુરભાઇ રાવતયા દ્રારા નેત્રમ શાખા પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.
નેત્રમ શાખા તથા એ ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા ગુમ થયેલ વ્યક્તિને સહી સલામત શોધી પરીવાર સાથે મીલન કરાવી સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ છે.

error: Content is protected !!