નવમું નોરતું સિધ્ધિદાત્રી માતાજીની પૂજા માતાજી નું નવમું સ્વરૂપનું નામ સિધ્ધિદાત્રી છે . માતાજી બધી જ પ્રકારની શુભ સિધ્ધિ આપનાર છે . માર્કન્ડેય પુરાણ પ્રમાણે અણિમા મહિમા, લધિમા, પ્રાપ્તી, પ્રકામ્ય, ઈશત્વ અને વશિત્વ આ આઠ પ્રકારની સિધ્ધિ છે. જયારે બ્રહ્મ વૈવર્તપુરાણમાં અઢાર પ્રકારની સિધ્ધિ બતાવવામાં આવી છે .
૧. અણિમા, ૨. લધિમા, ૩. પ્રાપ્તિ, ૪. પ્રકામ્ય, ૫. મહિમા, ૬. વિશિત્વ, ૭. સર્વકામ, ૮. સર્વરીત્વ ૯. દુર શ્રવણ, ૧૦. પરકાયા, ૧૧. વાકસિધ્ધિ, ૧૨. કલ્પવૃક્ષત્વ, ૧૩, સુષ્ટિ, ૧૪ . સંહાર, ૧૫. અમરત્વ, ૧૬. સર્વન્યાથકત્ય, ૧૭, ભાવના, ૧૮. સિધ્ધિ,
મા સિધ્ધિદાત્રી ભક્તો અને સાધકોને આ બધી જ પ્રકારની સિધ્ધિ આપવાનું સામર્થ ધરાવે છે . દેવી પુરાણ પ્રમાણે ભગવાન શિવને માતાજીની કૃપાથી સિધ્ધિ પ્રાપ્ત થઈ હતી . મહાદેવજી નું સ્વરૂપ અર્ધનારીશ્વર ના રૂપમાં પ્રખ્યાત થયા માતાજી સિધ્ધિદાત્રીનું પૂજન અને ઉપાસના કરવાથી પરમ શક્તિની પ્રાપ્તી થાય છે અને અમૃત તત્વની પ્રાપ્તી થાય છે
મંત્રઃ— ઓમ હ્રીં ક્રીં સિધ્ધિયે નમઃ
નૈવેદ્યઃ માતાજીને હલવો પુરી ખીર અર્પણ કરવા ગરીબોને ભોજન કરાવું.