ડ્રગ્સના રવાડે ચડતી યુવા પેઢીને લાલબત્તી દાખવતી ૯૫ વર્ષના નિર્માતાની ફિલ્મ ‘બસ એક વાર’

0

એવા અનેક દૂષણો છે જેને કારણે આજની યુવા પેઢી બરબાદીના ખપ્પરમાં હોમાઈ રહી છે. આવું એક દૂષણ છે ડ્રગ્સ. આજે અનેક યુવાનો ડ્રગ્સના રવાડે ચઢી માત્ર પોતાની જાતને જ નહીં પૂરા પરિવારની સાથે દેશને પણ ખોખલો કરી રહ્યા છે. અહીં વાત ડ્રગ્સ પાછળ બરબાદ થઈ રહેલી યુવા પેઢીની વાત થઈ રહી છે. આજના યુવાનો બરબાદીના રવાડે ન ચઢે એ માટે ફિલ્મના માધ્યમથી સંદેશો આપતી ફિલ્મ બસ એક વારનું નિર્માણ પંચાણું વર્ષના નિર્માતા શનાભાઈ પટેલે કર્યું છે. ડ્રગ્સના રવાડે ચડતી યુવા પેઢીને લાલબત્તી દાખવતી ફિલ્મ ‘બસ એક વાર’ ૨૭ ઓક્ટોબરે ગુજરાતની સાથે મુંબઈમાં પણ રિલીઝ થઈ રહી છે.
ઉદ્યોગપતિ શનાભાઈ પટેલે એબે ગ્રુપ પ્રોડક્શન બેનરની સ્થાપના કરવાની સાથે સમાજને સંદેશ પહોંચાડવા ફિલ્મ નિર્માણમાં જંપલાવ્યું. ફિલ્મી ઍક્શન સાથેની વાતચીતમાં શનાભાઈએ જણાવ્યું કે, તેઓ સમાજને એક સંદેશો આપતી હોય એવી પાંચ ફિલ્મો બનાવવા માગે છે. મારી પહેલી ફિલ્મમાં સંયુક્ત પરિવારની વાત આલેખી હતી. જ્યારે બસ એક વારમાં આજની યુવા પેઢીને બરબાદ કરતા ડ્રગ્સનો મુદ્દો કેન્દ્ર સ્થાને છે.
ફિલ્મના લેખક-દિગ્દર્શક સ્નેહલ શાહે જણાવ્યું કે, બસ એક વાર સમાજની સાથે યુવાનોને ડ્રગ્સની લત સામે ચેતવે છે. ફિલ્મ ૨૭ ઓક્ટોબરના ગુજરાતની સાથે મુંબઈમાં પણ રિલીઝ થઈ રહી છે. ફિલ્મનુ શૂટિંગ દક્ષિણ ગુજરાતના વાપી, દમણ, પારડી, અચ્છારી, વલવાડાના નયમરમ્ય લોકેશન પર કરવામાં
આવ્યું છે.
ફિલ્મની વાર્તા પકિસ્તાની આઈએસઆઈ એજન્ટ અને ડ્રગ્સ માફિયા ખાન સાબ (શરદ શર્મા) સ્લીપર સેલ એવા અબ્દુલનો ઉપયોગ કરી કૉલેજમાં ડ્રગ્સ રેકેટ ચલાવે છે. ફિલ્મના હીરો રાજ પણ આ રેકેટમાં ફસાય છે. તો અબ્દુલ લવ જેહાદ થકી એક યુવતી સાથે લગ્ન કરે છે અને એનો ઉપયોગ કૉલેજના યુવાનોને ડ્રગ પેડલર બનાવવા માટે કરે છે. જાેકે આ કાવતરાંની જાણ રાજની પ્રેમિકા ચાર્મીને થતાં એ રાજને ચેતવે છે. આને પગલે રાજ અને ચાર્મી ડ્રગ્સ માફિયા ખાનસાબની ચુંગાલમાંથી બહાર નીકળી ડ્રગ્સના રેકેટનો પર્દાફાશ કરવા મેદાને પડે છે.
ફિલ્મના મુખ્ય ક્લાકારોમાં સમીર પટેલ રાજની ભૂમિકામાં છે જ્યારે વાગલે કી દુનિયા ફેમ પ્રાપ્તિ શુક્લા ચાર્મીની ભૂમિકા ભજવી રહી છે. તો ડ્રગ્સ માફિયા ખાનસાબના પાત્રમાં શરદ શર્મા જાેવા મળશે. ઉપરાંત ચેતન પરમાર, આવ્યા ઠક્કર, વિક્રમ સિહ, હર્ષા રાવલ અને વસંત પટેલ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. જ્યારે ભોજપુરી ફિલ્મના ખૂંખાર વિલન ટાઈગર એક નાની પણ ધ્યાનાકર્ષક ભૂમિકામાં જાેવા મળશે.
યુવા પેઢીને લાલબત્તી દાખવતી ફિલ્મ ‘બસ એક વાર’ ૨૭ ઓક્ટોબરે ગુજરાતની સાથે મુંબઈમાં પણ રિલીઝ થઈ રહી છે

error: Content is protected !!