જામકંડોરણામાં રાજપુત સમાજ અને રાજપુત યુવક મંડળ દ્વારા દશેરામાં શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું

0

ઘોડા, બાઈક અને કાર લઇને શહેરનાં માર્ગો ઉપર વિશાળ શોભાયાત્રા નીકળી હતી

જામકંડોરણામાં વિજયાદશમી પર્વ નિમિત્તે શ્રી જામકંડોરણા તાલુકા રાજપુત સમાજ અને શ્રી રાજપુત યુવક મંડળ જામકંડોરણા દ્વારા રાજપુત સમાજ ભવન જામકંડોરણા ખાતે શસ્ત્ર પૂજન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ શસ્ત્ર પૂજનનાં કાર્યકમમાં સમાજના અને યુવક મંડળનાં હોદેદારો કરણી સેના તેમજ તાલુકાભરમાંથી સમાજના વડીલો, યુવાનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. જામકંડોરણા રાજપુત સમાજ ભવન ખાતે શાસ્ત્રોક્ત વિધિથી બધાએ સમૂહમાં શસ્ત્ર પૂજન કર્યું હતું. કાર્યક્રમમાં શક્તિસિંહજી જાડેજા ભૂમિ ગૃપ કોટડા નાયાનીની સવિશેષ ઉપસ્થિતી રહી હતી. શસ્ત્ર પૂજન બાદ જામકંડોરણા શહેરમાં માર્ગો ઉપર ભવ્ય અને વિશાળ શોભયાત્રા કાઢવામાં અવી હતી. જેમાં તાલુકાભરમાંથી રાજપૂતો ઘોડા, બાઈક અને કાર સાથે જાેડાયા હતા. મુખ્ય માર્ગો ઉપર ફરીને જામકંડોરણામાં અન્નપૂર્ણા મંદિરે દર્શન કર્યા હતા. મંદિરનાં પૂજારી રાજુભાઈ ગોસાઈ(અન્નપૂર્ણા મંદિર) દ્વારા દૂધ કોલ્ડ્રિંકસ અને ભાદરા નાકા સર્કલ ખાતે દલિત સમાજ દ્વારા મિનરલ વોટરનું વિતરણ કરવામાં આવ્યું હતું. માર્ગો ઉપર ઘોડે અશ્વાર દ્વારા અવનવા કરતબો રજૂ કર્યા હતા. શોભા યાત્રામાં આ વર્ષે ૨૫ થી વધુ ઘોડેસવારો જાેડાયા હતા. જામકંડોરણામાં ફરીને રાજપુત સમાજ ભવન ખાતે શોભાયાત્રા પૂર્ણ કરી હતી. ખુબ મોટી સંખ્યામાં રાજપુત(ક્ષત્રીય) સમાજ શસ્ત્ર પૂજન અને શોભા યાત્રામાં જાેડાયો હતો.

error: Content is protected !!