પ્રાંચી તથા ઘંટીયા ગરબી મંડળમાં બાળાઓને સોનાની ભેટ આપવામાં આવી

0

સામાજિક કાર્યકર મહેન્દ્રભાઈ નાઘેરા દ્વારા આપવામાં આવી ભેટ

પ્રાચી તથા પ્રાચી તથા ઘંટીયા ગામે ગરબી મંડળમાં સોનાની ભેટ આપવામાં આવી હતી. નવરાત્રી એટલે માતાની આરાધના કરવાનો પર્વ દરેક લોકો પોત પોતાની યથાશક્તિ જગત જનની માં શક્તિની આરાધના કરતા હોય છે ત્યારે ઘંટીયા તથા પ્રાચી ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉત્સાહભેર નાના બાળકોએ ભાગ લીધો હતો. જેમાં ઘંટીયા-પ્રાચીના સામાજિક કાર્યકર મહેન્દ્રભાઈ નાઘેરા દ્વારા નવરાત્રીમાં ભાગ લેનાર બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જેમાં બાળાઓ ને સોનાનો દાણો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સામાજિક કાર્યકર મહેન્દ્રભાઈ નાઘેરા ઘંટીયા પ્રાચી ગામની અંદર નાના મોટા પ્રસંગોમાં અંગ્રેસર રહેશે તેમજ તેઓએ વૈશ્વિક કોરોના મહામારીમાં તેઓ દ્વારા અન્નક્ષેત્ર ચાલુ કરવામાં આવ્યું હતું. જેમાં બપોર સાંજે આજુબાજુ વિસ્તારના લોકો માટે સ્વાદિષ્ટ ભોજન રીક્ષા મારફતે વિતરણ કરવામાં આવતું હતું. હર હંમેશ તેઓ જરૂરિયાતમંદ લોકોને મદદ કરતા રહે છે અને એક સામાજિક કાર્યકર્તાએ મહેન્દ્રભાઈ નાઘેરાનો ગરબી મંડળ તરફથી આભાર માનવામાં આવ્યો હતો.(તસ્વીર ઃ જાદવભાઈ ચુડાસમા)

error: Content is protected !!