ઉના : ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પોલીસ

0

ગીર સોમનાથ એસ.ઓ.જી. ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી એ.બી. જાડેજા સાહેબના માર્ગદર્શન અનુસાર તા.૨૬/૧૦/૨૦૨૩ ના એસ.ઓ.જી. સ્ટાફના એ.એસ.આઇ. સુભાષભાઇ ચાવડા તથા ઇબ્રાહીમશા બાનવા તથા પો.હેડ કોન્સ. સલીમભાઇ મકરાણી તથા ગોપાલસિંહ મોરી તથા ધર્મેન્દ્રસિહ ગોહીલ તથા મેહુલસિંહ પરમાર એ રીતેના પોલીસ સ્ટાફ સાથે કામગીરી સબબ ઉના વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સંયુકતમાં મળેલ ચોકકસ બાતમી હકિકત આધારે ઉના પો.સ્ટે. ગુ.ર.નં. ૯૭૮/૨૦૨૧ ઇ.પી.કો. કલમ-૪૫૪,૩૮૦ મુજબના ગુન્હાના કામે છેલ્લા બે વર્ષથી નાસતા- ફરતા ઇસમ જેશીંગ દીલીપભાઈ ચૌહાણ ઉના ભાવનગર રોડ,રોકડીયા હનુમાન મંદીર પાસેથી ઝડપી લઇ સી.આર.પી.સી. કલમ- ૪૧(૧)(આઇ) મુજબ ધોરણસર કાર્યવાહી કરી ઉના પો.સ્ટે. સોપી આપેલ છે.

error: Content is protected !!