શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ જ્ઞાનબાગમાં કલા ઉત્સવ ઉજવાયો

0

વિદ્યાર્થીઓમાં રહેલી કલાને વિકસાવવા માટે સમગ્ર શિક્ષા અભિયાન, ગાંધીનગર અને જીલ્લા શિક્ષણાધિકારીની કચેરી, જૂનાગઢ દ્વારા ઝોન કક્ષાના કલા મહોત્સવ ર૦ર૩નું સ્વામિનારાયણ ગુરૂકુલ જ્ઞાનબાગ જૂનાગઢમાં આયોજન કરવામાં આવ્યું હતું. કુલ ૬ જીલ્લામાંથી ૬ર જેટલા સ્પર્ધકોએ, કલાસીકલ ડાન્સ, સંગીત, ગાયન, માટીના રમકડા જેવી વિવિધ સાંસ્કૃતિક સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધા જૂનાગઢ જીલ્લા શિક્ષણાધિકારી ભાવસિંહ વાઢેરની અધ્યક્ષતામાં સંપન્ન થયો હતો. ડીઈઓ કચેરીના જલ્પાબેન કયાડા, મનિષાબેન હિંગરાજીયા, દેવેનભાઈ રાઠોડ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી તેમ સંદિપભાઈ મકવાણાની યાદીમાં જણાવેલ છે.

error: Content is protected !!