કેશોદ તાલુકાના પાણખાણ ગામે વીજ ચેકિંગ કરવા ગયેલી ટુકડીની ફરજમાં રૂકાવટ કરી હોવાની ફરિયાદ

0

કેશોદ ખાતે રહેતા હિતેષભાઈ ગોવિંદભાઈ બંધીયા(ઉ.વ.૩ર)એ હરસુરભાઈ જેઠસુરભાઈ ભુરાણી રહે.પાણખાણ વાળા વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, આ કામના ફરિયાદી તથા સાહેદો પોતાની કાયદેસરની ફરજ બજાવવા માટે વીજ ચેકિંગ કરવા પાણખાણ ગામે ગયેલ હોય ત્યારે આ કામનો આરોપી આવી જઈ ફરિયાદી તથા સાહેદોને કહેવા લાગેલ કે અહી અમારા ગામમાં મને પુછયા વગર વીજ ચેકિંગ કરવા આવતા નહી તેમ કહી ઉશ્કેરાઈ જઈ ફરિયાદી તથા સાહેદોની કાયદેસરની ફરજમાં રૂકાવટ ઉભી કરી ભુંડી ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરિયાદી તથા સાહેદો પરત આવતા હોય ત્યારે આરોપીએ મોટરસાઈકલ આડુ નાખી ગેરકાયદેસર અવરોધ ઉભો કરી ગુનો કર્યા ફરિયાદ પોલીસમાં નોંધાવતા કેશોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!