જૂનાગઢના ૪ બાળકો રાજયકક્ષાની ક્રિકેટ ટીમમાં સિલેકટ થવા માટે કૌવત બતાવશે

0

અમદાવાદ ખાતે શાળાકીય ક્રિકેટ ટીમનું રાજયકક્ષાની પસંદગી કરવામાં આવશે જેમાં જૂનાગઢના ૪ બાળકોના સમાવેશ કરાયો છે. આ અંગે ક્રિકેટ હેડકોચ હનિફ કુરેશીએ વધુમાં જણાવ્યું છે કે, છેલ્લા બે વર્ષમાં જૂનાગઢ સ્પોર્ટસ કલબના યુવક-યુવતિઓની રાજય અને યુનિવર્સિટી કક્ષાએ પસંદગી થઈ છે. તેવી સ્થિતિ વચ્ચે તા.ર૯ થી આગામી તા.૬ નવેમ્બર સુધી અમદાવાદના બોપલમાં અંડર ૧૪, ૧૭ અને ૧૯ના ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે. આ સીલેકશનમાં ભાગ લેવા જૂનાગઢમાંથી ઓહમ કારીયા, સોહમ કારીયા અને આદિત્ય ચાવડા(અંડર-૧૪) અને દક્ષ અઢીયા(અંડર-૧૭)માં અમદાવાદ ખાતે ક્રિકેટ રમવા ગયા છે. જયાં આ બાળકો પોતાનું કૌવન બતાવશે. રાજય કક્ષાની ક્રિકેટ ટીમમાં આ બાળકો પસંદગી પામે તે માટે જીલ્લા પંચાયત સ્પોર્ટસ કલબ પ્રમુખ અતુલ વ્યાસ, મંત્રી અલ્તાફભાઈ સીડા, ખજાનચી નથુભાઈ ઠાકર અને જયેશ કળથીયા વગેરે હોદ્દેદારોએ શુભેચ્છા આપી છે.

error: Content is protected !!