વેરાવળ : કારમાં આગ લાગતા દોડધામ, ફાયર વિભાગની ટીમે આગ બુજાવી

0

વેરાવળના રાજેન્દ્ર ભુવન રોડ ઉપર આઈ ટેન મોટરકાર માં અચાનક મધ્યરાત્રીના સમયે આગ લાગી હતી. આ કાર બે યુવકો લઇને જતા હતા ત્યારે અચાનક મોટર કાર બંધ પડી ગયેલ અને ત્યારબાદમાં આગ ભભૂકી ઉઠી હતી અને તાત્કાલીક ફાયર વિભાગ સ્થળ ઉપર પહોંચી આગને કાબુમાં લીધી હતી જયારે આગ સીએનજી કીટમાં ફોલ્ટને કારણે લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવેલ છે. આ બનાવમાં કોઈ જાનહાનિ થયેલ ન હતી.
આ બનાવની પ્રાપ્ત માહીતી મુજબ વેરાવળ શહેરના રાજેન્દ્ર ભુવન રોડ ઉપર ગત રાત્રિના બે વાગ્યા આસપાસ આઇ ટેન સીએનજી મોટર કારના માલીક કીશન તથા તેનો મીત્ર કારમાં જઇ રહેલ તે સમયે અચાનક મોટર કાર બંધ પડી ગયેલ હતી જેથી બન્ને જણા મોટર કારમાંથી બહાર આવી ચેક કરી રહેલ તે દરમ્યાન અચાનક આગ ભભુકી ઉઠી હતી અને જાેત જાેતમાં આખી મોટર કાર આગની જવાળાઓમાં લપેટાઇ ગયેલ હતી. આ બનાવની જાણ ફાયર બ્રીગેડને થતા રવિરાજસિંહ ના માર્ગદર્શન હેઠળ કર્મચારીઓ તુરંત સ્થળ ઉપર પહોંચી આગને કાબુમાં લેવા પાણીનો મારો કરતા આગ કાબુમાં લીધેલ હતી સીએનજી મોટર કારમાં અચાનક કયાં કારણોસર આગ લાગી તે રહસ્ય હજુ અકબંધ હોય જે અંગે પોલીસે તપાસ હાથ ધરેલ છે.

error: Content is protected !!