ગીર સોમનાથ જીલ્લાના મુખ્ય મથક વેરાવળમાં જાલેશ્વર વિસ્તારમાં દરિયા કાંઠે અચાનક પોલીસ અધિકારીઓ સહીતનો મોટો કાફલો દોડી આવતા આ વિસ્તારમાં રહેતા લોકો પણ ઘરની બહાર નીકળી આવેલ હતા. જયારે આ સમગ્ર ઘટનાક્રમ પોલીસના કવિક રિસ્પોન્સ અંગેની મોકડ્રીલ હોવાનું જાહેર થતા લોકોએ હાંશકારો લીધેલ હતો. વેરાવળમાં દરીયા કાઠા વિસ્તારમાં આવેલ જાલેશ્વર ખાતે આજે સાંજના સમયે અચાનક ડીવાયએસપી, સીપીઆઇ, પીઆઇ, પીએસઆઇ, એલસીબી સહીતના અધિકારીઓ સાથે પોલીસની આઠથી વધુ વાહનોમાં ધાળા ઉતરી જતાં સ્થાનીક રહેવાસીઓમાં કુતુહલ સર્જાયું હતું અને લોકો ઘર ની બહાર નીકળી ગયા હતા અને થોડીવાર બાદ પોલીસે મોકડ્રિલ હોવાની જાહેરાત કરતા લોકોએ હાંશકારો લીધેલ હતો. વેરાવળમાં સંવેદનશીલ વિસ્તારમાં પોલીસના કવિક રિસ્પોન્સ અંગે આ મોકડ્રીલ યોજાયેલ હોવાનું જાણવા મળેલ છે.