સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ અંતર્ગત રાષ્ટ્રીય એકતા દિવસની અનોખી ઉજવણી

0

અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરુષ “ભારત રત્ન”એવા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે સમગ્ર ભારતમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થાય છે ત્યારે અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દેવભૂમિ દ્વારકા તથા રાધે-રાધે એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે દ્વારકામાં ૨૧૫૧ કુટ લાંબા તથા ૧૦ કુટ પહોળાઈના વિશાળ રાષ્ટ્રધ્વજ તિરંગા સાથે એકતા મહાયાત્રા નીકળેલ.જેમાં એ.બી.વી.પી.ના રાષ્ટ્રીય કારોબારી સદસ્ય કુશલભાઈ બોસમીયા, એ.બી.વી.પી.ના જીલ્લા સંયોજક સંદીપભાઈ બેરા, રાધે-રાધે એજ્યુકેશન ટ્રસ્ટના તન્મય પટેલના માર્ગદર્શન હેઠળ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા યુવાનો જાેડાયા હતા આ મહાયાત્રામાં એકતા સાથે દેશભક્તિનો સુભગ સમન્વય જાેવા મળેલ

error: Content is protected !!