ભેસાણ શહેરના મુખ્ય ડામર માર્ગોને આર એન્ડ બી વિભાગ દ્વારા સાફ કરવામાં આવ્યા

0

ભેસાણ શહેરના જીનપ્લોટ વિસ્તારના એસ.ટી. મેઈન રોડ અને પરબ રોડ ઉપર સ્ટેટ આર એન્ડ બી દ્વારા ડિવાઈડર ફીટ કરવામાં આવ્યા બાદ ડામર રોડની સાઇડોને સાફ કરવામાં આવતા લોકોમાં રાહત પ્રસરી છે. જૂનાગઢ આર એન્ડ બી(સ્ટેટ)માં ફરજ બજાવતા એસ.ઓ. વિવેક ગોસ્વામીને સ્થાનિક અગ્રણીઓએ ડામર રોડની બંને સાઈડો ધૂળથી દબાયેલ હોવાથી સાફ કરવા માટે રજૂઆત કરી હતી. જનતાની મુશ્કેલીને ધ્યાને લઈને વિવેક ગૌસ્વામી દ્વારા તાત્કાલિક ધોરણે સ્ટાફ અને જેસીબી મુકાવીને તમામ મુખ્ય માર્ગને સાફ કરાવી આપતા રોડ પહોળો થઈ જતાં ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ આવ્યું હતું જેથી પ્રજાજનો એ રાહતનો શ્વાસ લીધો હતો. અને લોકોમાં આનંદની લાગણી પ્રસરી હતી. આમ, આર એન્ડ બી વિભાગની કામગીરીની લોકોએ પ્રશંસા કરી હતી.

error: Content is protected !!